android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ

calendar_todayJanuary 8, 2026

Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ

રાજકોટ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વોર્ડ નં.૪ની એક ડઝન સોસાયટી અને વોર્ડ નં.રની ૧૬ સોસાયટી સહિત કુલ ૨૮ સોસાયટીમાં ૧૩ જાન્યુઆરી-૨૦૨૧માં લાગુ કરવામાં આવેલ અશાંતધારાની મુદ્દત આગામી બુધવારે સમાપ્ત થાય છે. પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવેલ અશાંતધારાને લંબાવવા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે જેને ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે લંબાવવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

જેનું જાહેરનામુ બે-ત્રણ દિવસમાં જ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે

રાજકોટમાં વર્ષ ૨૦૨૧માં મહાપાલિકાની ચૂંટણી દરમિયાન જ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં અચાનક લઘુમતિ સમાજ દ્વારા મોટા પાયે મિલક્તનું ખરીદ-વેંચાણ કરવામાં આવ્યું હોવાના સરકારી તંત્રના અહેવાલ બાદ મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકાર દ્વારા એક સાથે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, જે ૨૮ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો

તેમાં સીટી સર્વેના ૭૫૩ સર્વે નંબર અને ૩૮ રેવન્યુ સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે નંબરમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારાના કારણે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર મિલક્તનું ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અચાનક અશાંતધારાની અમલવારીના કારણે રાજકોટના સેંકડો મિલ્કતધારકોના સોદાઓ રદ કરવા પડયા હતા. હવે પાંચ વર્ષની મુદ્દત પુરી થતા ૨૮ સોસાયટીઓમાં ફરીથી મુદત વધારવાની દરખાસ્ત જિલ્લા કલેક્ટર દ્વારા ગૃહ વિભાગને કરવામાં આવી છે. આગામી ૧૩ જાન્યુઆરીના બુધવારે મુદ્દત પુરી થાય તે પહેલા ગૃહ વિભાગ દ્વારા બે વર્ષ માટે મુદ્દત વધારવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે.

ગૃહ વિભાગ બે વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવા ની મુદત વધારી શકે છે

છોટુનગર કો ઓ હાઉસિંગ સોસાયટી

નિરંજની સોસાયટી

આશુતોષ સોસાયટી

સિંચાઈ નગર સોસાયટી

સ્વસ્તિક સોસાયટી

આરાધના સોસાયટી

દિવ્ય સિદ્ધ સોસાયટી

પ્રગતિ સોસાયટી

જીવન પ્રભા સોસાયટી

અંજની સોસાયટી

કૃષ્ણકુંજ સોસાયટી

સૌરભ સોસાયટી

રેસકોર્સ પાર્ક

વસુંધરા સોસાયટી

અવંતિકા પાર્ક સોસાયટી

જનતા જનાર્દન સોસાયટી

શ્રેયસ સોસાયટી

નવયુગ સોસાયટી

બજરંગ વાડી વિસ્તાર

સુભાષનગર

ચુડાસમા પ્લોટ

રાજ નગર સોસાયટી

અલકાપુરી સોસાયટી

યોગેશ્વર સોસાયટી

ઇન્કમ ટેક્સ સોસાયટી

બેંક ઓફ બરોડા સોસાયટી


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢ જિલ્લામાં રેશનકાર્ડમાં E-KYC બાદ મોટાપાયે કાર્યવાહી, પાત્રતા વગરના 33 હજારથી વધુ સભ્યોની યાદી રદ કરાઈ