android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : સૌરાષ્ટ્રમાં સીંગતેલના ભાવમાં વધારો, સીંગતેલનો ડબ્બો રૂ.2930ને પાર પહોંચતા ગૃહિણીઓના બજેટ પર આવી શકે છે અસર

calendar_todayMarch 21, 2026

Rajkot News : સૌરાષ્ટ્રમાં સીંગતેલના ભાવમાં વધારો, સીંગતેલનો ડબ્બો રૂ.2930ને પાર પહોંચતા ગૃહિણીઓના બજેટ પર આવી શકે છે અસર

હાલ લગ્નસરાની સિઝન શરૂ થવાને કારણે ખાદ્યતેલના ભાવમાં વધઘટ થવા માંડી છે અને આજે સીંગતેલમાં રૂ.10 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.20નો વધારો જોવા મળ્યો હતો. હોળાષ્ટક પૂર્ણ થયા બાદ લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેને કારણે ખાદ્ય તેલના ભાવોમાં વધઘટ જોવા મળી રહી છે.

સીંગતેલનો ડબ્બો 2930ને પાર પહોંચ્યો

ગુરૂવારના રોજ સીંગતેલનો ભાવ રૂ.2920 હતા તે વધીને રૂ.2930 થયા છે તો કપાસિયા તેલનો ભાવ રૂ.2420 હતો તે વધીને રૂ.2440 થયો છે. હાલ બારમાસી મસાલા અને ખાદ્યતેલ ભરવાની સીઝન ચાલી રહી છે તેમ છતાં સ્થાનિક બજારમાં કોઈ ખરીદી જોવા મળતી નથી તે વેપારી વર્ગ જણાવી રહેલ છે. તો એક તરફ એવું પણ નથી કે મગફળીની આવક નથી, મગફળીની પૂરતી આવક છે તેમ છત્તા સીંગતેલના ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.

શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ

રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Milet Festival 2026 : ગુજરાતના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026”નો પ્રારંભ થશે