android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: આજે વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ, 34 રાઇડ્સને મંજૂરી નહીં

calendar_todaySeptember 2, 2026

Rajkot News: આજે વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ, 34 રાઇડ્સને મંજૂરી નહીં

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ એવા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિરાસતથી વિકાસ લોકમેળાનો આજથી પ્રારંભ થવાનો છે. આજે સાંજે 4:30 કલાકે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ ભવ્ય લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. મેળાના પ્રથમ દિવસે જ રાઇડ્સને લઈને લોકોમાં નિરાશા જોવા મળી છે.કડક સુરક્ષા માપદંડો અને એસઓપીના કડક અમલના કારણે પ્રથમ દિવસે 34 જેટલી મોટી યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી જેના કારણે રાઇડ્સ વિના મેળો ફીક્કો લાગી રહ્યો છે.  

મેળામાં 34 રાઇડ્સને મંજૂરી નહીં

જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોની સલામતી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈપણ જાતનું સમાધાન ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જરૂરી મંજૂરી કે લાયસન્સ વિના એક પણ મોટી કે નાની યાંત્રિક રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં.13 સભ્યોની કમિટીનો નિર્ણય મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે.જોકે, આ 34 રાઇડ્સનો જરૂરી અભિપ્રાય હજુ સુધી અધ્યક્ષ અને ડીસીપી જગદીશ બાંગારવાને મળ્યો નથી.

ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે

મોટી રાઇડ્સની સુરક્ષા ચકાસણી માટે રચાયેલી 13 સભ્યોની કમિટી દ્વારા ગ્રાઉન્ડ પર એસઓપી મુજબ મશીનરી,બેઠક વ્યવસ્થા અને મજબૂતીની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.આ 13 સભ્યોની કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે.ત્યારબાદ જ લાયસન્સ આપવાની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાઇડ્સ શરૂ થવાની શક્યતા સુરક્ષા અને ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ સુરક્ષા નિયમોનું પાલન થયા બાદ રાઇડ્સની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.લાયસન્સ મળ્યા બાદ જ મુલાકાતીઓ માટે ચકડોળ અને અન્ય મોટી રાઇડ્સ ખુલ્લી મૂકાશે જેથી મેળો બીજા દિવસથી ખીલશે તેવી આશા સેવાઈ રહી છે.  

આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?