android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : રાજકોટમાં કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો, મનપા દ્વારા અત્યાર સુધીમાં 53 યુનિટ સીલ કરાયા

calendar_todayFebruary 13, 2026

Rajkot News : રાજકોટમાં કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો, મનપા દ્વારા અત્યાર સુધીમાં 53 યુનિટ સીલ કરાયા

કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો મનપાના રીપોર્ટમાં થયો છે અને 93 જેટલા યુનિટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાણીને લઇ રાજકોટવાસીઓએ ઠાલવ્યો આક્રોશ. ‘પાણી પણ ઝેર થઇ ગયું છે તો શું પીવું?’દુકાનો અને ઘરમાં આ પીવાનું પાણી જતું હોવાની વાત સામે આવી હતી.

મિનરલ વોટરના નામે બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ

મનપા દ્વારા આજ સુધીમાં 53 યુનિટ સીલ કરવામાં આવ્યા છે અને આ પાણી પીવાલાયક નહી હોવાની વાત સામે આવી છે, 93 યુનિટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હજારો ઓફિસ અને ધંધાના સ્થળે આ જગનું પાણી જતું હોવાની વાત સામે આવી છે, પાણીજન્ય રોગાચાળાને કાબુમાં લેવા માટે મનપા દ્વારા આ કામગીરી શરૂ કરી છે, 'મિનરલ વોટર'ના નામે વેંચાતા શંકાસ્પદ વોટર જગ અને બરફના કારખાનાઓ સામે તંત્ર લાલઆંખ કરી રહ્યું છે.

અશુદ્ધ પાણી વેચતા એકમો સામે તંત્રની લાલ આંખ

રાજકોટના વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ફેલાયેલા વિવિધ પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરીઓમાં તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને શુદ્ધિકરણની પ્રક્રિયામાં ખામી જોવા મળતા 53 સ્થળોને સીલ કરી દેવાયા છે.


આ પણ વાંચો : Railway News : ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ, 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને પ્રોત્સાહન મળ્યું