android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : રાજકોટમાં આ જગ્યાની પાણીપુરી ખાધી તો પડી શકો છો બીમાર, મનપાની ટીમે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો

calendar_todayJanuary 9, 2026

Rajkot News : રાજકોટમાં આ જગ્યાની પાણીપુરી ખાધી તો પડી શકો છો બીમાર, મનપાની ટીમે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો

રાજકોટ આરોગ્ય વિભાગે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો હતો અને વાસી પાણી, બટેકાનો માવો, વાસી ડુંગળીનો નાશ કરવામાં આવ્યો હતો પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાની ઝુંબેશ સામે આવી છે અને 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંતર્ગત નોટિસ ફટકારી હતી.

40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ અને પાણીપુરીની લારીઓ પર જઈને આ ચેકિંગ કરવામાં આવ્યું હતુ, જે પાણીપુરીની લારીએ વાસી બટાકા અને ખરાબ પાણી હોય તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તો 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મનપાના ફૂડ વિભાગે ઝુંબેશ હાથ ધરી છે.

10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંતર્ગત નોટીસ ફટકારી

રાજકોટ મનપા દ્વારા પીવાના પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને વાસી બટાકા અને પાણીના સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેમાં10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજકુલ મળી અંદાજિત72 કિ.ગ્રા/લિટરવાસી અખાદ્ય ચીજોનો સ્થળપર નાશ કરવામાં આવેલ હતો.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડી પડતા શહેરીજનો ઠુઠવાયા, 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન