android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: AIIMSમાંથી ગુમ થયેલા ડોક્ટર મળી આવ્યા, રેલવે ટ્રેક પર આપઘાત કરે તે પહેલા જ પોલીસે બચાવી લીધા

calendar_todayJanuary 28, 2026

Rajkot News: AIIMSમાંથી ગુમ થયેલા ડોક્ટર મળી આવ્યા, રેલવે ટ્રેક પર આપઘાત કરે તે પહેલા જ પોલીસે બચાવી લીધા

રાજકોટમાં એક ચકચારી ઘટના સામે આવી છે. શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળતા જોવા મળ્યા હતાં. તેઓ હોસ્ટેલમાંથી નીકળતા હતાં તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન આ ડોક્ટર પરાપીપળીયા પાસેથી મળી આવ્યા હતાં.

તેઓ એક સ્યુસાઈડ લખીને નીકળ્યા હતાં

રાજકોટ શહેરની AIIMSના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમાર ગાયબ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. MBBSનો અભ્યાસ કરનારા ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં. તેઓ એક સ્યુસાઈડ લખીને નીકળ્યા હતાં જેને એઈમ્સ દ્વારા ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ડોક્ટરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન આ ડોક્ટરને પરાપીપળીયા પાસેથી ઝડપી પાડ્યા હતાં.

રેલવે ટ્રેકમાં આપઘાત કરે તે પહેલા ડોક્ટર મળ્યા

આ ડોક્ટર રેલવે ટ્રેક પર આપઘાત કરે તે પહેલા જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેઓ આપઘાત કરે તે પહેલા જ તેમને બચાવી લીધા હતાં. પ્રાથમિક તપાસમાં તેઓ એક તરફી પ્રેમમાં હોવાથી આ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ગાંધી ગ્રામ પોલીસે ડોક્ટરને બચાવીને આપઘાત કરવાના પ્રયાસ પાછળનું કારણ જાણવા વધુ પુછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Rajkot News : સ્યૂસાઈડ નોટ લખી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા, CCTV ફૂટેજ સામે આવ્યા