calendar_todayJanuary 16, 2026
Rajkot News: BMC ચૂંટણીમાં ભાજપની જીત, કાર્યકર્તાઓએ કરી ઉજવણી
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને NDA ગઠબંધનનો ઐતિહાસિક વિજય થયો છે. ખાસ કરીને દેશના આર્થિક પાટનગર મુંબઈમાં 25 વર્ષના લાંબા ગાળા બાદ મળેલી આ ભવ્ય સફળતાને વધાવવા માટે રાજકોટ શહેર અને ગ્રામ્ય ભાજપ દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો માહોલ
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ કાર્યકરો ઉમટી પડ્યા હતા. વિજયના સમાચાર મળતા જ ભાજપના અગ્રણીઓએ ફટાકડા ફોડીને આકાશ ગજવી દીધું હતું. આ વિજયને રાષ્ટ્રીય રાજકારણ માટે મહત્વનો ગણાવી કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. આ ઉજવણીમાં શહેર ભાજપના હોદ્દેદારો, સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં મહિલા મોરચાના કાર્યકરો પણ જોડાયા હતા.
ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ ભારે ઉત્સાહ
માત્ર શહેર જ નહીં, પરંતુ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ આ વિજયને સહર્ષ વધાવ્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મળેલી આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે. લાંબા સમય બાદ મહારાષ્ટ્રમાં ભાજપનો દબદબો ફરી સ્થાપિત થતા રાજકોટના ભાજપ સંગઠનમાં નવી ઉર્જા જોવા મળી રહી છે.
આ પણ વાંચો - Rajkot: ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ શરુ થતાં ખેડૂતોમાં રોષ