calendar_todayJuly 29, 2026
Rajkot News : આંબેડકર ચોક પાસે બેફામ રિક્ષાએ વૃદ્ધાને અડફેટે લીધા, અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ
રાજકોટ શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં એક હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ રિક્ષાના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર પણ હવામાં ફંગોળાયા
અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ રિક્ષામાં બેઠેલા પેસેન્જર પણ હવામાં ફંગોળાઈને નીચે રોડ પર પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે દોડી આવ્યા હતા.
અકસ્માતના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ
આ સમગ્ર અકસ્માતની ભયાનક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મળેલા CCTV ફૂટેજના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Banaskantha માં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, ચાંગા ગામે 3 વર્ષના બાળકનું મોત થતાં ભયનો માહોલ...