calendar_todayApril 27, 2026
Rajkot News: રાજકોટ ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ફાયર NOC, સાધન ન હોવાનો ખુલાસો
રાજકોટના મોટા મૌવા મેઈન રોડ પર આવેલા પ્રખ્યાત ફન બ્લાસ્ટગેમ ઝોનમાં આજે રવિવારની રજાના દિવસે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ભરચક ભીડ વચ્ચે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા રમી રહેલા બાળકો અને તેમના પરિવારજનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.ગેમઝોનમાં ફાયર NOC અને સુરક્ષાના સાધન ન હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ઘટના બાદ ગેમઝોન અચોક્કસ સમય માટે બંધ કરાયો છે.
ગેમ ઝોનમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં ગઈકાલે રવિવાર હોવાથી ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. સેંકડો બાળકો વિવિધ રાઈડ્રસ અને ગેમ્સની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક એક ખૂણેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું.જોતજોતામાં આગની જવાળાઓ દેખાતા આગની બૂમો પડતા ગેમ ઝોનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લોકો પોતાના સંતાનોને તેડીને સલામત સ્થળે દોડવા લાગ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાયટરોની બે ટીમ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલો અને પીજીવીસીએલની ટીમ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.ભાજપ આગેવાનના ગેમઝોનમાં લાલયાવાળી હતી જે સીસીટીવીમાં સ્પષ્ટ પણે તણખાઓ પડતા હોય તે દેખાય છે.