android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: ભ્રષ્ટાચાર પર વાગશે પૂર્ણવિરામ! RMC કમિશનરે લીધો મોટો નિર્ણય

calendar_todayOctober 21, 2026

Rajkot News: ભ્રષ્ટાચાર પર વાગશે પૂર્ણવિરામ! RMC કમિશનરે લીધો મોટો નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતી ઢીલી નીતિ અને કામોમાં થતી લાપરવાહી સામે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક અત્યંત કડક અને મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરમાં ચાલતા વિકાસકામોમાં થતી લોલમલોલ અને ગુણવત્તા વગરના કામો પર કાયમી ધોરણે અંકુશ મેળવવા માટે મનપા કમિશનરે એક માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. આ નવી સિસ્ટમથી હવે રાજકોટ મનપાના કામોમાં પારદર્શિતા આવશે અને ભ્રષ્ટાચાર કે બેદરકારી દાખવનારાઓ સામે આકરા પગલાં લેવાશે.

ખાસ ડિજિટલ સોફ્ટવેર તૈયાર, ચાર્જમાં આવ્યા બાદ લાલિયાવાડીનો લાવશે અંત

રાજકોટ મનપા દ્વારા શહેરમાં હાથ ધરાતા તમામ ના નાના-મોટા પ્રોજેક્ટ્સ અને કામો પર આકરી નજર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે એક ખાસ સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે. આ સોફ્ટવેર ટેકનોલોજી આધારિત મોનિટરિંગ કમાન્ડ તરીકે કામ કરશે. લાંબા સમયથી કોન્ટ્રાક્ટરો અને મનપાના જ અમુક અધિકારીઓ વચ્ચે ચાલતી મિલીભગત તેમજ 'લાલિયાવાડી' નો કાયમી ઉકેલ લાવવા માટે આ સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થશે.

અધિકારીઓને છેલ્લી ક્ષણ સુધી નહીં મળે લોકેશનની જાણ

આ સોફ્ટવેરની સૌથી ખાસ અને રોચક વાત એ છે કે, તેમાં સરપ્રાઈઝ ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અધિકારીઓને કઈ જગ્યાએ, કયા કામનું અને કયા લોકેશન પર ચેકિંગ માટે જવાનું છે, તેની માહિતી અંત સુધી સસ્પેન્સ રહેશે. આનાથી અગાઉથી લિંક સેટ કરી લેતા કે સેટિંગ કરી લેતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવાનો મોકો જ નહીં રહે.

Rajkot News: RMC Commissioner Tushar Sumera Launch Software To Stop Corruption

લાઈવ અપડેટ્સ અને લોકેશન બેઝ્ડ સવાલો, સુપરવિઝનની કમાન કમિશનરના હાથમાં

આ સોફ્ટવેરમાં તમામ કામોના ચેકિંગ અને સુપરવિઝનના અપડેટ્સ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. આ સાથે, જ્યારે અધિકારી નક્કી કરેલા કામના લોકેશનની નજીક પહોંચશે, ત્યારે સોફ્ટવેર જાતે જ તેમને સ્થળ ચકાસણી માટે જરૂરી પ્રશ્નો સ્ક્રીન પર આપશે. અધિકારીએ તે મુજબ કામની ગુણવત્તા ચકાસીને તુરંત અપડેટ આપવાનું રહેશે. આ તમામ નિરીક્ષણની સીધી કમાન મનપા કમિશનર તુષાર સુમેરા પાસે રહેશે, જેથી ખોટા રિપોર્ટિંગની કોઈ સંભાવના રહેશે નહીં.


આ પણ વાંચો: Rajkot: આજી-ન્યારી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું પાણી, 10 નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે છે પાણીકાપ!