calendar_todayMarch 9, 2026
Rajkot News : ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં SITએ ગણેશ ગોંડલને ક્લીનચીટ આપી, રિપોર્ટ કોર્ટમાં સબમીટ કર્યો
ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલનો હાથ હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. SITની ટીમ દ્વારા નિવેદન અને સીસીટીવી સહિતના પુરાવાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ગણેશ જાડેજા સામે કોઈ પુરાવો નહીં મળતાં SITની ટીમે હાઈકોર્ટમાં ગણેશ જાડેજાને ક્લીનચીટનો રીપોર્ટ કર્યો હતો.
ગણેશ જાડેજા સામે તપાસમાં કોઈ પુરાવો ના મળ્યો
ગુજરાતમાં બહુચર્ચિત રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ જાડેજા સામે તપાસમાં કોઈ પુરાવો નહીં મળતા તેને ક્લીનચીટ આપતો રીપોર્ટ SIT દ્વારા કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે. મૃતક રાજકુમારના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં અને પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે સમગ્ર કેસની તપાસ માટે SIT રચવાનો આદેશ કર્યો હતો.
એસઆઈટીના રીપોર્ટમાં ગણેશ ગોંડલને ક્લીનચીટ
SIT દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. બસ ડ્રાઈવર અને ગણેશ જાડેજાના સાથીદારોના નિવેદનો લેવાયા હતાં. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. ત્ણેક મહિના સુધીમાં વિવિધ દિશામાં તપાસ કરીને અંતે SIT દ્વારા હાઈકોર્ટમાં રીપોર્ટ સબમીટ કરાયો હતો. જેમાં રાજકુમાર જાટનું મોત અકસ્માતને કારણે થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ બનાવમાં ગણેશ ગોંડલનો કોઈ હાથ નહીં હોવાથી એસઆઈટીના રીપોર્ટમાં તેને ક્લીનચીટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Narmada: સાંસદ મનસુખ વસાવાની સંગઠન અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના, વિકાસકામોમાં વેગ લાવવા અને વિવાદોથી દૂર રહેવા તાકીદ