android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: રૈયાધાર મફતિયાપરામાં SOGની રેડ, નકલી નોટો છાપતો નૈતિક અગ્રાવત ઝડપાયો

calendar_todayMarch 12, 2026

Rajkot News: રૈયાધાર મફતિયાપરામાં SOGની રેડ, નકલી નોટો છાપતો નૈતિક અગ્રાવત ઝડપાયો

રાજકોટ શહેર પોલીસની ખાસ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નકલી નોટના કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેરના રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરીને નકલી નોટો બનાવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી નકલી નોટો બજારમાં વહેતી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ચલણી નોટોનું ઘરે જ કરતો હતો છાપકામ

ઘટનાની મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રૈયાધાર મફતિયાપરામાં એક શખ્સ પોતાના ઘરે જ ભારતીય ચલણી નોટોની નકલ બનાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી નકલી નોટો મળી આવી હતી. આરોપી નૈતિક અગ્રાવત નામના શખ્સે પોતે જ આ નોટો છાપી હોવાનું કબૂલ્યું હતું.

રૂપિયા 100 અને 200 ના દરની 38 નોટો જપ્ત

પોલીસે આરોપી પાસેથી રૂપિયા 100 અને રૂપિયા 200 ના દરની કુલ 38 નકલી નોટો કબજે કરી છે. આરોપી સામાન્ય રીતે લોકોની નજરમાં ન આવે તે માટે નાની કિંમતની નોટો છાપીને બજારમાં વટાવવાની ફિરાકમાં હતો. પોલીસે નકલી નોટોની સાથે નોટ છાપવા માટે વપરાતા સાધનો પણ જપ્ત કર્યા હોવાની માહિતી મળી રહી છે.

નેટવર્કની તપાસ તેજ

SOG દ્વારા આરોપી નૈતિક અગ્રાવતની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ શખ્સે અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરી છે અને તેની સાથે અન્ય કોઈ શખ્સો જોડાયેલા છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ નેટવર્ક પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.


આ પણ વાંચો - Rajkotમાં વધુ એક હનીટ્રેપ કૌભાંડ, નિવૃત્ત શિક્ષક પાસેથી 12 લાખ પડાવનાર ત્રણ આરોપી ઝડપાયા