android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: જસદણમાં પ્રેમીને લોકોએ ભેગા થઈને માર મારીને અધમૂવો કરી નાંખ્યો,  SPએ ASPને તપાસ સોંપી

calendar_todayFebruary 13, 2026

Rajkot News: જસદણમાં પ્રેમીને લોકોએ ભેગા થઈને માર મારીને અધમૂવો કરી નાંખ્યો, SPએ ASPને તપાસ સોંપી

રાજકોટના જસદણમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને પોલીસ હરકતમાં આવી છે. આ વીડિયોની તપાસ એએસપીને સોંપવામાં આવી છે. વાડીનો માલિક અન્ય સ્ત્રી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેને પકડ્યો હતો અને બંને જણાને માર માર્યો હતો. જીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજા આપવામાં આવી હતી.

પ્રેમી પંખીડાઓને માર મારવામાં આવ્યો

જીવાપરમાં આ માર મારતો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ અંધારામાં હતી. જેથી તેની તપાસ ASPને સોંપવા માટે જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો છે. જસદણ પંથકના જીવાપર ગામમાં પ્રેમી પંખીડાઓને માર મારવામાં આવ્યો હતો. તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયા બાદ ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસ આ ઘટના અંગે અજાણ હોવાનું જણાવી રહી છે.

આ ઘટનામાં એએસપીને તપાસ સોંપાઈ છે

વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ અને પૂરુષોનું એક ટોળુ બે પ્રેમીઓને બેફામ માર મારતા નજરે પડે છે. બંને માર ખાતા ખાતા ચીસો પાડે છે. પરંતુ કોઈ મદદે આવી રહ્યું નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલો કારખાનેદાર અને તેના ત્યાં કામ કરતાં એક શ્રમિકની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. સ્થાનિક પોલીસને આ બાબતે પુછવામાં આવતા પોલીસે આ બાબતે કોઈ જાણ નહીં હોવાનું કહ્યું હતું. જ્યારે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરને પૂછતાં તેમણે કહ્યું હતું કે, વીડિયો મારા ધ્યાને આવ્યો છે. આ ઘટનામાં એએસપીને તપાસ સોંપાઈ છે.


આ પણ વાંચોઃ Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો