calendar_todayFebruary 20, 2026
Rajkot : PGVCLની 4.5 લાખ ગ્રાહકોને નોટિસ, 182 કરોડના બાકી બિલ ભરવા તાકીદ, બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપવાની ચીમકી
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વીજ બીલ નહી ભરનારા 4.5 લાખ ગ્રાહકોને PGVCLએ નોટિસો મોકલીને 182 કરોડના બાકી બિલ વસુલવાની કાર્યવાહી શરૂ કરી છે.
બે બિલથી વધુ બાકી રકમ ધરાવતા ગ્રાહકોને કડક નોટિસ
માહિતી મુજબ, બે બિલથી વધુ બાકી રકમ ધરાવતા ગ્રાહકોને કડક નોટિસ આપવામાં આવી છે. બાકીદારોને જો બાકી રકમ નહી ભરવામાં આવે તો તાકીદે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ગત મહિને 26 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ
ગત મહિને 26 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હોવાનું PGVCLએ જણાવ્યું છે.
નિયમીત બિલ ભરવા અપીલ
PGVCLના અધિકારીઓએ ગ્રાહકોને નિયમિત રીતે બિલ ચૂકવવા અને નોટિસના ધ્યાનમાં લેવા અપીલ કરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : આજે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર થશે, સામાજિક આગેવાનો ગૃહમાં રહેશે હાજર