calendar_todayJanuary 21, 2026
Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDની ફીમાં 260 ટકા જેટલો ધરખમ વધારો, 30 હજાર સુધીનો વધુ ખર્ચ વિદ્યાર્થીઓએ કરવો પડશે
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PHD અભ્યાસક્રમની ફીમાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે. હવે 30 હજાર સુધીનો વધુ ખર્ચ વિદ્યાર્થીઓએ કરવો પડશે
ફીમાં આશરે 260% વધારો થયો
પહેલાં ભાઈઓ માટે ૧૨,૦૦૦ અને બહેનો માટે ૭,૦૦૦ રૂપિયામાં ડોક્ટરેટ કરી શકાતુ હતું તે ફી હવે અનુક્રમે ભાઈઓ માટે ૩૦,૦૦૦ અને બહેનો માટે ૨૪,૦૦૦ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ફીમાં આશરે ૨૬૦% વધારો થયો છે.
યુનિ.માં કરોડોની ગ્રાન્ટ છતા વિદ્યાર્થીઓ પર ભાર
યુનિવર્સિટીની તિજોરીમાં લગભગ 100 કરોડની ગ્રાન્ટ હોવા છતાં, નિર્ણય મુજબ આ ખોટા ખર્ચનો ભાર સીધો વિદ્યાર્થીઓ પર આવી ગયો છે..
આ પણ વાંચો---- Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું