android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkotમાં ડ્રગ્સ માફિયાઓ સામે SOG અને પોલીસનો સપાટો, રૂ. 23.80 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો!

calendar_todayOctober 27, 2026

Rajkotમાં ડ્રગ્સ માફિયાઓ સામે SOG અને પોલીસનો સપાટો, રૂ. 23.80 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો!

રાજકોટ શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસે એક વિશાળ સફળતા મેળવી છે. રાજકોટના યોગીનગર વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન અતિ કિંમતી અને ઘાતક ગણાતો રૂ. 23.80 લાખની મત્તાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. શહેરમાં આટલી મોટી માત્રામાં હાઇબ્રિડ ડ્રગ્સનો જથ્થો મળી આવતા અસામાજિક તત્વો અને ડ્રગ સપ્લાયરોમાં ભારે હડકંપ મચી ગયો છે.

પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ

યોગીનગરમાંથી નશીલા પદાર્થના આ કાળા કારોબારમાં સંડોવાયેલી પૂજા ભટ્ટ નામની મહિલાની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ગૌતમ દવે છે, જેણે આ કિંમતી જથ્થો પૂરો પાડ્યો હતો. આ ચોંકાવનારી કબૂલાત બાદ પોલીસે સપ્લાયર ગૌતમ દવેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ અને દરોડાની કામગીરી શરૂ કરી દીધી છે.

સદર બજારમાંથી કમલેશ પોપટ ઝડપાયો

ડ્રગ્સના આ દૂષણ સામેની કાર્યવાહી આગળ ધપાવતા પ્રદ્યુમનનગર પોલીસે પણ બીજી તરફ સપાટો બોલાવ્યો છે. પોલીસે સદર બજાર વિસ્તારમાંથી કમલેશ પોપટ નામના શખ્સને ઝડપી પાડી તેની પાસેથી હાઇબ્રિડ અને સૂકો ગાંજો કબ્જે કર્યો છે. SOG અને પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સંયુક્ત અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી રાજકોટમાં ડ્રગ્સ સપ્લાય કરતી આખી ચેઇનનો પર્દાફાશ કરી શકાય.

આ પણ વાંચો : Rajkotમાં હાઈપ્રોફાઈલ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડા, કાલાવડ રોડ પર દેહવ્યાપારનો પર્દાફાશ