android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkotમાં નશાના દૂષણને ડામવા SOGની કવાયત, જુઓ Video

calendar_todayJanuary 7, 2026

Rajkotમાં નશાના દૂષણને ડામવા SOGની કવાયત, જુઓ Video

રાજકોટ એસઓજી પોલીસે ડ્ર્ગ્સના દૂષણને ડામવા માટે કવાયત હાથધરી છે અને ડ્રગ્સ ડિટેક્ટિવ કીટ સાથે SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, વાહનચાલકો અને શંકાસ્પદોની તપાસ કરવામાં આવી રહી છે, સાથે સાથે શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર તપાસ કરાઈ રહી છે. રાજકોટમાં અગાઉ પણ ઘણા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.

ડ્રગ્સનું દૂષણ સમાજમાંથી કરો દૂર

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, “ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ."

ફાઈટ અગેઈન્સ્ટ ડ્રગ્સ

ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.


આ પણ વાંચો : Gujarat Highcourtમાં રખડતા કૂતરાનો ત્રાસ, કોર્ટમાં આવતા વકીલ, પક્ષકારોને કૂતરાના કારણે હાલાકી પડે છે, જુઓ Video