android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot VGRC 2026: વડાપ્રધાન મોદીએ રાજ્યના સાત જિલ્લામાં તૈયાર કરાયેલી નવી સ્માર્ટ GIDCનું ઉદ્ઘાટન કર્યું

calendar_todayJanuary 11, 2026

Rajkot VGRC 2026: વડાપ્રધાન મોદીએ રાજ્યના સાત જિલ્લામાં તૈયાર કરાયેલી નવી સ્માર્ટ GIDCનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતમાં વડાપ્રધાન મોદી બે દિવસના પ્રવાસે આવ્યા છે. તેમણે સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યા બાદ રાજકોટમાં યોજાયેલી કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજકોટમા તેમણે મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ આ વાઈબ્રન્ટ સમિટના અવસરે નવી 13 GIDCનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

PMના હસ્તે મેડિકલ ડિવાઇસિસ પ્લાન્ટનું ઉદ્ધાટન

વડાપ્રધાન મોદીએ રાજકોટમં નવી 13 સ્માર્ટ GIDCનુ ઉદ્ઘાટન કર્યું હતું. સાત જિલ્લામાં 3540 એકરમાં સ્માર્ટ GIDC બનાવવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આ સ્માર્ટ GIDC બનાવવામાં આવી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના હસ્તે મેડિકલ ડિવાઈસિસ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો