android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajmarg Pravesh Portal : હાઇવે પર બિઝનેસ કરવો થયો સરળ, લોન્ચ થયું નવું પોર્ટલ

calendar_todayFebruary 26, 2026

Rajmarg Pravesh Portal : હાઇવે પર બિઝનેસ કરવો થયો સરળ, લોન્ચ થયું નવું પોર્ટલ

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઝડપથી વિસ્તરી રહ્યા છે. આજે દેશનું નેશનલ હાઇવે નેટવર્ક 1,45,000 કિલોમીટરથી પણ વધારે છે. આ વિસ્તરણ સાથે હાઇવેની આજુબાજુ પેટ્રોલ પંપ, ઢાબા, ફૂડ કોર્ટ, રહેણાંક પ્રોજેક્ટ, ઉદ્યોગો અને વિવિધ સુવિધાઓનો વિકાસ થયો છે. પરંતુ અત્યાર સુધી હાઇવે સાથે જોડાયેલ કોઈપણ કામ માટે અલગ-અલગ કચેરીઓમાં જઈને મંજૂરી લેવી પડતી હતી, જે સમયખોર અને જટિલ પ્રક્રિયા હતી.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે રાજમાર્ગ પ્રવેશ

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે રાજમાર્ગ પ્રવેશ (Highway Access) પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ પોર્ટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રાલય, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પોર્ટલ શું છે?

રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ એ એક સંપૂર્ણ વેબ-આધારિત ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જમીન અથવા રસ્તાની ઍક્સેસ માટે જરૂરી તમામ મંજૂરીઓ માટે બનાવવામાં આવ્યું છે. હવે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC), હાઇવે ઍક્સેસ પરમિશન અને યુટિલિટી ક્રોસિંગ જેવી મંજૂરીઓ માટે એક જ પોર્ટલ પરથી અરજી કરી શકાય છે.

કોને લાભ મળશે?

  • આ પોર્ટલ નાગરિકો, ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગો – તમામ માટે ઉપયોગી છે.
  • હાઇવે પર પેટ્રોલ પંપ, ઢાબા, ફૂડ કોર્ટ કે આરામ કેન્દ્ર ખોલવા ઇચ્છતા વ્યવસાયિકો
  • પોતાના ખાનગી પ્લોટ અથવા ઉદ્યોગ માટે હાઇવે સાથે કનેક્શન માંગતા લોકો
  • પાણી, ગેસ પાઇપલાઇન, ઓપ્ટિકલ ફાઇબર કેબલ અથવા પાવર લાઇન નાખવા માંગતી કંપનીઓ
  • રાજ્ય સરકારો અને સરકારી એજન્સીઓ
  • બધા હવે એક જ પ્લેટફોર્મથી સરળતાથી અરજી કરી શકે છે.

પહેલાં શું મુશ્કેલીઓ હતી?

અગાઉ અલગ-અલગ વિભાગોમાં ફાઇલ જમા કરાવવી, વારંવાર કચેરીઓમાં જવું અને મેન્યુઅલ પ્રક્રિયા કારણે વિલંબ થતો હતો. અરજીની સ્થિતિ શું છે તે જાણવા પણ અઘરું હતું. ઘણી વખત મંજૂરીમાં વિલંબ થવાથી પ્રોજેક્ટ ખર્ચ અને સમય બંને વધતા હતા.

હવે શું બદલાશે?

  • રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ તમામ પ્રક્રિયાને એક જ સિસ્ટમમાં લાવે છે.
  • અરજી ઓનલાઈન કરી શકાય
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકાય
  • ફી ડિજિટલ રીતે ચૂકવી શકાય
  • અરજીની સ્થિતિ રિયલ ટાઇમમાં જોઈ શકાય
  • નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ મળશે
  • આથી પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને વિશ્વસનીય બનશે.

કેમ મહત્વપૂર્ણ છે?

આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગો માત્ર રસ્તા નથી રહ્યા. તે લોજિસ્ટિક્સ, રિટેલ, ઇંધણ અને આતિથ્ય ક્ષેત્રના મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. આવા સમયમાં મંજૂરી પ્રક્રિયા સરળ અને ડિજિટલ હોવી જરૂરી હતી. રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ વધતા હાઇવે નેટવર્ક સાથે ગતિ રાખવામાં મદદ કરશે અને રોકાણને પ્રોત્સાહન આપશે. રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ નાના વ્યવસાયોથી લઈને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સુધી સૌ માટે એક મોટો રાહતનો પગલું છે. હવે હાઇવે પર કોઈપણ કાયદેસર કામ માટે “એક પોર્ટલ, એક પ્રક્રિયા”નો લાભ મળશે.

આ પણ વાંચો : Cuba shootout : ક્યુબાના પાણીમાં ગોળીબાર, US બોટ સાથે અથડામણમાં 4નાં મોત