android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajula: હિંડોરણા ચોકડી પાસે રસોઈ સમયે ગેસનો બાટલો લીકેજ થતાં આગ ફાટી નીકળી, દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

calendar_todayJuly 28, 2026

Rajula: હિંડોરણા ચોકડી પાસે રસોઈ સમયે ગેસનો બાટલો લીકેજ થતાં આગ ફાટી નીકળી, દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

રાજુલા શહેરના હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી હિંડોરણા ચોકડી ખાતે સ્થિત 'સતનામ પંજાબી ઢાબા' માં દૈનિક ધોરણે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગેસના બાટલામાંથી ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. ગેસ લીકેજ થતાંની સાથે જ રસોડાના ભાગમાં આકાશી આગના ગોટા ઉઠ્યા હતા અને જોતજોતામાં આગે સમગ્ર ઢાબાને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

ઢાબામાં ગેસ લીકેજ થતા 6 જેટલા લોકો દાઝ્યાં

અચાનક લાગેલી આગના કારણે ઢાબામાં કામ કરી રહેલા કારીગરો અને આસપાસના લોકો બહાર નીકળે તે પહેલાં જ 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અગ્નિકાંડને પગલે હિંડોરણા ચોકડી વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.

6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઘટનાની જાણ થતાં જ રાજુલા ઈમરજન્સી સેવા 108, પોલીસ કંટ્રોલ રૂમ 112 અને રાજુલા મામલતદાર સહિતનો પ્રશાસનિક કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. 108 ની ટીમે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ અને સઘન સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ઘટના બાદ પોલીસે ઢાબા પરિસરને કોર્ડન કરી લીધું છે અને આગ પર કાબૂ મેળવી સુરક્ષાના પગલાં હાથ ધર્યા છે. રાજુલા પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ આગળ વધારી છે.

આ પણ વાંચો: Mehsana: મોઢેરા રોડ પર આઇકોનિક રોડના અધૂરા ખોદકામમાં ટ્રકનું ટાયર ફસાયું, વાહનચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ