android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajya Sabha election: ઇતિહાસમાં લખાશે તેમનો કાર્યકાળ, અમિત શાહે નીતિશ કુમારના કર્યા વખાણ

calendar_todayMarch 5, 2026

Rajya Sabha election: ઇતિહાસમાં લખાશે તેમનો કાર્યકાળ, અમિત શાહે નીતિશ કુમારના કર્યા વખાણ

બિહારના 10મી વખત સીએમ બન્યાના 4 મહિના બાદ નીતિશ કુમારે આ પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેઓની નજર હવે દિલ્હીની રાજનીતિ પર છે. 5 માર્ચે તેમણે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા.

તેમની પ્રતિષ્ઠા પર કોઇ ડાઘ નથી- અમિત શાહ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ના અન્ય સભ્યો સાથે, નીતિશ કુમારે રાજ્યસભા માટે પોતાનો દાવો સત્તાવાર રીતે રજૂ કર્યો. નીતિશ કુમારની રાજકીય સફર વિશે બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન, નીતિશ કુમારે બિહારને જંગલ રાજમાંથી મુક્ત કરાવ્યો. તેમણે બિહારના રસ્તાઓને ગામડાઓ સાથે જોડ્યા. તેમની પ્રતિષ્ઠા પર કોઈ ડાઘ નથી.

નીતિન નબીને પણ ઉમેદવારી ફોર્મ ભર્યુ- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે હું નીતિન નવીન, નીતિશ કુમાર, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને સુદેશ રામના રાજ્યસભાના નામાંકનમાં હાજરી આપવા માટે પટના આવ્યો. રાજ્યમાં લાંબા અને સફળ રાજકીય કારકિર્દી પછી, નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, અને હવે રાજ્યસભા દ્વારા તેઓ સંસદમાં પણ યોગદાન આપશે...

2005થી મુખ્યમંત્રી તરીકે સેવા આપી- અમિત શાહ

આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાજ્યસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી. . આ સાથે લાંબા સમય પછી તેઓ ફરી એકવાર રાજ્યસભા સાંસદ તરીકે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરશે. નીતિશ કુમારે 2005 થી અત્યાર સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેમનો કાર્યકાળ ખરેખર ગૌરવશાળી હતો. આ કાર્યકાળ બિહારના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે લખાશે. જેણે બિહારના વિકાસના સમગ્ર ક્ષેત્રને આકાર આપ્યો...

નીતિશ કુમારની સ્વચ્છ છબી- અમિત શાહ

ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકેની તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમની છબી સ્વચ્છ રહી. તેમનું આખું જીવન ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત રહ્યું... પીએમ મોદીના નેતૃત્વમાં 11 વર્ષ સુધી તેમણે દરેક રીતે બિહારની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, અને તેમના નેતૃત્વ હેઠળ જ... પીએમ મોદીની બધી પહેલ બિહારના લોકો સુધી પહોંચી. તેઓ ફરી એકવાર રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હી પરત ફરી રહ્યા છે. હું અને અમારા બધા NDA સાથીઓ તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ બિહારના લોકો હંમેશા યાદ રાખશે અને આદર આપશે.

વધુ વાંચો: Shani Ast 2026: 13 માર્ચથી શનિની સાડાસાતીમાં મળશે રાહત, 3 રાશિને થશે ફાયદો