calendar_todayFebruary 18, 2026
Raphael ફાઇટર જેટ પ્લાન્ટમાં થયો એક મોટો સુરક્ષા ભંગ, પ્લાન્ટમાં કેમેરાવાળા ચશ્મા પહેરી જાસૂસની એન્ટ્રી!
થોડા સમય પહેલા ભારતે રાફેલ ફાઇટર જેટનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જે બાદ ફ્રાન્સમાં વિમાનના ઉત્પાદન પ્લાન્ટમાં એક મોટો સુરક્ષા ભંગ જોવા મળતા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પ્લાન્ટમાં કેમેરાવાળા ચશ્મા સાથે જાસૂસ
રાફેલ વિશ્વના સૌથી અદ્યતન 4.5-જનરેશનના ફાઇટર જેટમાંનું એક માનવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી ધરાવતા ફાઇટર જેટ તરીકે, તે પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવામાં પણ સક્ષમ છે. એવામાં થોડા સમય પહેલા ભારતે રાફેલ ફાઇટર જેટનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જે બાદ રાફેલ ઉત્પાદક કંપની દસોલ્ટે તરફથી મળતી માહિત મુજબ રાફેલ ફાઇટર જેટ પ્લાન્ટમાં કેમેરાવાળા ચશ્મા સાથે એક વ્યક્તિ પ્લાન્ટની જાસૂસી કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રાફેલ ઉત્પાદક કંપની દસોલ્ટે આ ઘટનાને ખૂબ જ સંવેદનશીલ ગણાવી છે અને તેના કર્મચારીને ફ્રેન્ચ પોલીસને સોંપી દીધો છે.
રાફેલ ફાઇટર જેટ પ્લાન્ટમાં ભંગ
રાફેલના રડાર (ISA), મિસાઇલો અને અન્ય એવિઓનિક્સ ઉચ્ચતમ ગુણવત્તાવાળા માનવામાં આવે છે. કોઈપણ ફાઇટર વિમાનમાં મિસાઇલો અને અન્ય શસ્ત્રોનું એકીકરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફ્રાન્સમાં વિમાનના ઉત્પાદન પ્લાન્ટમાં એક મોટો સુરક્ષા ભંગ થયો છે. એક કર્મચારી ચશ્મામાં કેમેરા સાથે કામ કરતો પકડાયો હતો, જેની મંજૂરી નથી. આરોપી કર્મચારી સામે રાષ્ટ્રીય સુરક્ષાનો કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.
મેક ઇન ઇન્ડિયા હેઠળ રાફેલના ઉત્પાદનને મંજૂરી
આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ભારતીય સંરક્ષણ મંત્રાલયે 114 મેક ઇન ઇન્ડિયા રાફેલના ઉત્પાદનને મંજૂરી આપી છે. ભારત અને ફ્રાન્સ ઉપરાંત, યુએઈ અને ઇજિપ્ત જેવા દેશો પણ રાફેલ ફાઇટર જેટનું સંચાલન કરે છે. તાજેતરમાં, ઇન્ડોનેશિયાએ પણ રાફેલ ખરીદવા માટે ફ્રાન્સ સાથે એક મોટો કરાર કર્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાલમાં ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાત પહેલા, સંરક્ષણ મંત્રાલયે ભારતમાં મેક ઇન ઇન્ડિયા રાફેલ ફાઇટર જેટના ઉત્પાદનને મંજૂરી આપી હતી.