calendar_todayJanuary 21, 2026
Republic Day 2026: કર્તવ્ય પથ પર પરેડ જોવા 10,000 વિશેષ મહેમાનોને આમંત્રણ, જાણો કોણ છે આ મહેમાનો
ભારતમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. દિલ્હીમાં કર્તવ્ય પર પથ પર 26 જાન્યુઆરીના દિવસે સેનાઓની પરેડ અને વિવિધ રાજ્યોની ઝાંખીને ખાસ આયોજન થઈ રહ્યા છે. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારે પ્રજાસત્તાક દિવસને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં 10,000 જેટલા ખાસ મહેમાનોને આમંત્રણ અપાયું છે.
કર્તવ્ય પથની પરેડ જોવા દેશના મહેમાનોને આમંત્રણ
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસમાં આ વખતે ભાગ લેનારાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસે કોઈ વિદેશ અગ્રણી મહેમાન નહીં પરંતુ દેશના જ લોકોને મહેમાન બનાવવામાં આવ્યા છે. આ મહેમાનોમાં ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મહેમાનોને તેમના જીવનસાથી સાથે કર્તવ્ય પથ પર શાનદાર પરેડ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસે આ લોકો બનશે ખાસ મહેમાન
નિવેદન અનુસાર, આ મહેમાનોમાં ખેડૂતો, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના વિજેતાઓ, ગગનયાન, ચંદ્રયાન વગેરે જેવા ઇસરો મિશનમાં પોતાના કાર્ય દ્વારા નવી ઓળખ બનાવનારા વૈજ્ઞાનિકો આ દિવસે મહેમાન બનશે. આ ઉપરાંત લખપતિ દિદિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનારા લોકો પણ ખાસ મહેમાનોની યાદીમાં છે. પીએમ મુદ્રા યોજનામાંથી લોન મેળવીને સફળ વ્યવસાય ચલાવનારા શેરી વિક્રેતાઓ, ગાયકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પાયાના સ્તરે વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલા લોકોને પણ આ યાદીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય ઘણા ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનારા લોકોને પણ આ યાદીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રજાસત્તાક દિવસે VIP સંસ્કૃતિના અંતનો આરંભ
જણાવી દઈએ કે આ વખતે સંરક્ષણ મંત્રાલયે VIP સંસ્કૃતિનો અંત લાવ્યો છે. એટલે જે પ્રજાસત્તાક દિવસે દેશના જ લોકોને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. આ મહેમાનોને આમંત્રણ આપવાનો હેતુ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનનું સન્માન કરવાનો અને રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમોમાં જાહેર ભાગીદારી વધારવાનો છે. તેમજ ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, કાવેરી, કોસી, કૃષ્ણા, મહાનદી, નર્મદા, પેન્નાર, પેરિયાર, રવિ, સોન, સતલજ, તિસ્તા, વૈગાઈ વગેરે નદીઓના નામ પરથી જોવા માટેની ગેલેરીઓનું નામકરણ કર્યું છે.