calendar_todayJanuary 24, 2026
Republic Day 2026 : ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ, 1000થી વધુ સીસીટીવી, કર્તવ્ય પથ પર હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
પ્રજાસત્તાક દિવસ 2026ને લઈ રાજધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓને તેજ બનાવી દીધી છે. કર્તવ્ય પથ અને તેની આસપાસના વિસ્તારને અતિઆધુનિક ટેક્નોલોજી દ્વારા સજ્જ કરીને સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજધાનીના મુખ્ય માર્ગો અને પરેડ રૂટ પર 1000થી વધુ એચડી CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સમગ્ર દિવસ રૂટ પર સતત નજર રાખશે.
એક મુખ્ય કંટ્રોલ રૂમ કર્તવ્ય પથ પર સ્થિત
દિલ્હી પોલીસે કર્તવ્ય પથ વિસ્તારમાં કૂલ 6 સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવ્યા છે. આ કંટ્રોલ રૂમ ખાસ રીતે બનાવવામાં આવેલા મેટલ કન્ટેનરોમાં છે. જેનાથી કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી શકે. તેમાંથી એક મુખ્ય કંટ્રોલ રૂમ કર્તવ્ય પથ પર સ્થિત છે, જે સમગ્ર પરેડ ક્ષેત્ર પર નજર રાખશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ સીસીટીવી કંટ્રોલ રૂમને ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમથી જોડવામાં આવ્યા છે. આ સિસ્ટમમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોનો ડેટા ફીડ કરવામાં આવ્યો છે. જેનાથી શંકાસ્પદ ચેહરાને ઝડપી અને સટીક ઓળખ સંભવ હશે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ ટેક્નોલોજી સંભવિત જોખમને સમય પહેલા ઓળખ કરીને મહત્વની ભૂમિકા ભજવશે.
પરેડ રૂટની ચારેય બાજુ કંટ્રોલ ઝોન બનાવવામાં આવ્યો
પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે કર્તવ્ય પથ અને આસપાસના વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક પ્રતિબંધ લાગુ કર્યા છે. પરેડ રૂટની ચારેય બાજુ કંટ્રોલ ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં માત્ર કાયદેસર વાહન પાસ રાખનારા વાહનોને જ એન્ટ્રી મળશે. સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે તે ટ્રાફિક એડવાઈઝરીનું પાલન કરે અને અન્ય રૂટનો ઉપયોગ કરે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ સુરક્ષા ચૂકને રોકવા માટે સીસીટીવી, FRS, ટ્રાફિક કંટ્રોલ અને ફિલ્ડ ફોર્સની તૈનાતીની સાથે દરેક સ્ટેજ પર કોર્ડિનેટ કરવામાં આવ્યું છે, જેથી પ્રજાસત્તાક દિવસ સમારોહ પુરી રીતે સુરક્ષિત અને સફળતાપૂર્વક આયોજિત થઈ શકે.
આ પણ વાંચો: Amritsar : ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ, વિદેશી પિસ્તોલ સાથે 3 તસ્કરોની કરાઈ ધરપકડ