android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Riyadh 2026 Asian Lacrosse Games : રિયાધમાં ગુજરાતના ચમકયા સિતારા , હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાએ 'ગોલ્ડ' જીતી રચ્યો ઇતિહાસ

calendar_todayFebruary 13, 2026

Riyadh 2026 Asian Lacrosse Games : રિયાધમાં ગુજરાતના ચમકયા સિતારા , હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાએ 'ગોલ્ડ' જીતી રચ્યો ઇતિહાસ

ગુજરાતે ફરી એકવાર ભારતીય રમતગમત ક્ષેત્રમાં પોતાની વધતી શક્તિ સાબિત કરી છે. રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાએ Riyadh 2026 Asian Lacrosse Gamesમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 1 થી 6 ફેબ્રુઆરી દરમિયાન રિયાધમાં યોજાયેલ આ સ્પર્ધામાં ભારતીય પુરુષ લેક્રોસ ટીમે પ્રથમવાર એશિયાઈ સ્તરે સુવર્ણ પદક જીત્યો. સાથે જ ભારતીય મહિલા ટીમે પણ સુવર્ણ પદક મેળવી તે ભારત માટે ગૌરવનો ક્ષણ છે.

Riyadh 2026 Asian Lacrosse Games

ભારતનો સફર સંઘર્ષ અને દ્રઢ સંકલ્પની કહાની રહ્યો. ગ્રુપ સ્ટેજમાં પુરુષ ટીમને પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-6થી નાજુક હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ટીમે શાનદાર વાપસી કરતાં બીજી મેચમાં ઈરાકને 7-5થી હરાવ્યો. સેમિફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 12-7થી પરાજિત કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ફાઈનલમાં ભારતે ફરી એકવાર પ્રભુત્વ જમાવતા ઈરાક સામે 9-2થી ભવ્ય જીત મેળવી સુવર્ણ પદક પોતાના નામે કર્યો અને ઇતિહાસ રચ્યો.

યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત

આ સિદ્ધિ ભારતીય પુરુષ લેક્રોસ ટીમ માટે એશિયાઈ સ્તરે મળેલું પ્રથમ પદક છે, જે દેશમાં આ રમત માટે એક મહત્વપૂર્ણ મોખરું સાબિત થશે. ગુજરાતના ખેલાડીઓ હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાનું યોગદાન રાજ્યની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધતી અસરનું પ્રતિક છે. આ જીત માત્ર પદક સુધી મર્યાદિત નથી. તે ભારતભરના લાખો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે, જે મર્યાદિત સાધનો હોવા છતાં મોટા સપના જોવાની અને તેમને સાકાર કરવાની હિંમત રાખે છે.


આ પણ વાંચો : Surat: ઓલપાડના સાયણ પાસે હથિયાર સાથે આરોપી ઝડપાયો, પિસ્તોલ અને મેગેઝિન કબજે