android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલે RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ, જુઓ Video

calendar_todayJanuary 8, 2026

અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલે RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ, જુઓ Video

આ બન્ને સ્કૂલોમાં વધુ ફી માટે દબાણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે અને જન સંવાદ પોર્ટલમાં 200થી વધુ ફરિયાદ વાલીઓની આવી છે અને અન્ય જિલ્લાઓની સ્કૂલોમાં પણ મતભેદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

1.50 લાખથી વધુ આવકવાળા વાલીઓને RTEનો લાભ ન મળે

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગરીબ અને વંચિત બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી દર વર્ષે RTE અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા નક્કી કરવામા આવી છે અને આ માટે આવકનો પુરાવો અને જો વાલી ઇન્કમટેક્સનુ રિટર્ન ફાઇલ કરતા હોય તો તેની કોપી પણ અપલોડ કરવી ફરજીયાત કરવામાં આવી છે.


આ પણ વાંચો : Ahmedabad Kite Festival 2026 : અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે