calendar_todayJanuary 12, 2026
S-400 Squadron : ચોથું S-400 સ્ક્વોડ્રન ક્યારે મળશે ભારતને? જાણકારી આવી સામે
ભારતની વાયુ સંરક્ષણ સિસ્ટમમાં મોટો વધારો થવાનો છે. રશિયાએ પુષ્ટી કરી છે કે S-400 લાંબા અંતરના એર ડિફેન્સ સિસ્ટમનું ચોથું સ્ક્વાડ્રન મે 2026 સુધી ભારતમાં પહોંચાડશે અને પાંચમું સ્કવાડ્રન 2027માં આવશે. મે મહિનામાં જ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ ઉજવવામાં આવશે. જેમાં S-400એ પાકિસ્તાની હવાઈ જોખમને રોકવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
S-400 કેમ છે મહત્વપૂર્ણ?
S-400 દુનિયાની સૌથી એડવાન્સ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમમાંથી એક છે. ભારતમાં તેને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે. આ એક મલ્ટી-લેયર એર ડિફેન્સનો ભાગ છે, જે દુશ્મનના ફાઈટર વિમાન, ક્રુઝ મિસાઈલ, બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોનને રોકી શકે છે. તેની ટ્રેકિંગ રેન્જ 600 કિલોમીટર સુધીની છે અને 400 કિલોમીટર સુધીની માર્ક રેન્જ છે. આ સાથે જ તે 100 લક્ષ્યને ટ્રેક કરી શકે છે અને 6-36ને એક સાથે નષ્ટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2018માં ભારત-રશિયા વચ્ચે 5 S-400 સ્ક્વાડ્રનની ડિલ થઈ અને તેના માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન S-400એ 5 પાકિસ્તાની ફાઈટર જેટ તોડી પાડ્યા
ઉલ્લેખનીય છે કે મે 2025માં ઓપરેશન સિંદૂર ભારતની એક મોટી સૈન્ય કાર્યવાહી હતી, જે એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો. स-400એ પાકિસ્તાની ફાઈટર વિમાન, ડ્રોન અને મિસાઈલને રોકી. IAF ચીફે કહ્યું કે S-400એ 5 પાકિસ્તાની ફાઈટર જેટ અને એક મોટા એરક્રાફ્ટને 300 કિલોમીટર દુરથી તોડી પાડ્યું હતું. આ સિસ્ટમ ભારતના મલ્ટી ટિયર ડિફેન્સનું બહારનું લેયર છે, જેમાં સ્વદેશી આકાશ, MR-SAM વગેરે સામેલ છે.
આ પણ વાંચો: India-China Dispute : ચીને શક્સગામ ખીણને ફરી પોતાનો વિસ્તાર ગણાવ્યો, ભારતે આપ્યો કડક જવાબ, જાણો