calendar_todayJanuary 21, 2026
Sabarimala Gold Theft: ED સામે ઉભા થયા સવાલ, દાન ક્યાં વહેંચવામાં આવ્યું તે અંગે પુરાવા આવી રહ્યા છે બહાર
કેરળમાં ડાબેરી સરકાર તપાસમાં EDની સંડોવણીથી ચિંતિત છે. EDના સૂત્રો દાવો કરે છે કે ભક્તો પાસેથી મળેલા પૈસાનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્રણ રાજ્યોમાં 21 સ્થળોએ દરોડા
કેરળના સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીએ મોટો ખળભળાટ મચાવ્યો છે. ED આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. એક દિવસ પહેલા, EDએ ત્રણ રાજ્યોમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા હતા. પરંતુ હવે ED પર જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેરળમાં ડાબેરી સરકારનો દાવો છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓ મોકલીને અમને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે EDની ભૂમિકા શંકાસ્પદ છે. દરમિયાન, ભાજપનો દાવો છે કે રાજ્ય સરકાર આરોપીઓને બચાવવા માટે રચાયેલી SITનો ઉપયોગ કરી રહી છે.
મની લોન્ડરિંગના દ્રષ્ટીકોણથી તપાસ થઇ શરુ
સબરીમાલા મંદિર સોનાની ચોરીનો મામલો મુખ્યત્વે મંદિરના દ્વારપાલ મૂર્તિઓ અને ગર્ભગૃહના દરવાજાના ચોકઠામાંથી સોનાના ગાયબ થવાનો છે. એવો આરોપ છે કે મંદિરને ભેટ અને દાન તરીકે મળેલા સોના અને અન્ય કિંમતી વસ્તુઓની યોગ્ય રીતે નોંધ લેવામાં આવી ન હતી અને તેની ઉચાપત કરવામાં આવી છે. કેરળ સરકારે આ મામલાની તપાસ માટે SIT રચી હતી. જેનું નિરીક્ષણ કેરળ હાઈકોર્ટ કરી રહ્યું છે. પોલીસ કડક સુરક્ષા હોવા છતાં સોનું કેવી રીતે ગાયબ થયું તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી હતી.
EDના દરોડામાં શું મળ્યું?
EDએ ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા ફક્ત સોનાની ચોરી સુધી મર્યાદિત ન હતા. પરંતુ હવે મંદિરનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ પણ સંપૂર્ણ તપાસ હેઠળ આવ્યું છે. સબરીમાલામાં મળેલા દાનના સંચાલનમાં ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી. પ્રસાદનો યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો ન હતો અને ભંડોળના ખર્ચમાં અનિયમિતતાઓ મળી આવી હતી.
આ પણ વાંચોઃ Bangladesh અને Pakistan વચ્ચે કરાર, આર્મીએ ખોલ્યુ ઇસ્લામિક ઇન્સ્ટીટ્યુટ, સેનાના જવાનોને અપાશે તાલીમ