android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkanta News: લોહીના સંબંધો લજવાયા, ભાભીએ સોપારી આપી દિયરની પતાવી દીધો

calendar_todayFebruary 6, 2026

Sabarkanta News: લોહીના સંબંધો લજવાયા, ભાભીએ સોપારી આપી દિયરની પતાવી દીધો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામના યુવકની શંકાસ્પદ હત્યાનો ભેદ ઉકેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ખૂની ખેલ પાછળ બીજું કોઈ નહીં પણ મૃતકની સગી ભાભી જ માસ્ટર માઈન્ડ નીકળી છે. પ્રેમ સંબંધની શંકાના ઝઘડામાં ભાભીએ પોતાના જ દિયર વિષ્ણુસિંહ મકવાણાની રૂપિયા 2 લાખની સોપારી આપી ક્રૂર હત્યા કરાવી નાખી છે.

પ્રેમ સંબંધ અને સોપારીનું કાવતરું

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી ભાભી કોકીલાબેનને ગામના જ દોલતસિંહ મકવાણા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા દિયર વિષ્ણુસિંહને હતી. આ બાબતે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પોતાનો ભાંડો ફૂટી જવાની બીકે કોકીલાબેને પ્રેમી દોલતસિંહ અને અન્ય સાગરીતો સાથે મળી દિયરને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. વિષ્ણુસિંહને લગ્ન માટે છોકરી જોવા જવાના બહાને ઈકો ગાડીમાં બેસાડી લઈ જવામાં આવ્યો હતો.

ચાલુ કારમાં ગળે ટૂંપો આપી હત્યા

ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે રસ્તામાં ચાલુ કારમાં જ વિષ્ણુસિંહને ગળે ટૂંપો આપી રહેંસી નાખવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ મૃતદેહને કાલીપુરા થી લવારી જવાના માર્ગ પર ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસને ગુમરાહ કરવા જતાં પોતે જ ફસાઈ

હત્યા બાદ મામલો દબાવવા માટે ભાભી પોતે જ પોલીસને જાણ કરવા ગઈ હતી, પરંતુ તેની વધુ પડતી હોશિયારી જ તેને નડી ગઈ હતી. પ્રાંતિજ પોલીસે શંકાના આધારે મોબાઈલના મેસેજ અને કોલ ડિટેલ્સ તપાસતા ભાભી અને તેના સાગરીતો વચ્ચે થયેલા કાવતરાનો પર્દાફાશ થયો હતો. પોલીસે હાલ એક મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.


આ પણ વાંચો - Sabarkantha માં સફેદ દૂધનો કાળો કારોબાર, પ્રાંતિજના સલાલમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ