android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha: ઈડરમા પ્રસૂતાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ, માતા અને શિશુનો જીવ બચાવ્યો

calendar_todayJanuary 1, 2026

Sabarkantha: ઈડરમા પ્રસૂતાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ, માતા અને શિશુનો જીવ બચાવ્યો

કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’ અને આ ઉક્તિને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ની ટીમે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૧૦૮ની ટીમે સમયસૂચકતા અને કુશળતા દાખવી રસ્તામાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે.

૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ

ઇડર તાલુકાના રૂદરડી ગામના રહેવાસી અલકાબેન ગમારને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંદેશ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.૧૦૮ એમ્બ્યુલન્સના EMT પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરિયા દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં જ પ્રસૂતિની પીડા અસહ્ય બની ગઈ હતી.સ્થિતિની ગંભીરતાને સમજીને,૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.

૧૦૮ ખરેખર નવજીવનનો પર્યાય સાબિત થઈ છે

૧૦૮માં ઉપલબ્ધ આધુનિક સાધનસામગ્રીની મદદથી અને ERCP ડોક્ટરની સલાહ મુજબ સલામત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી. અલકાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ઇડર ખાતે લઈ જવામાં આવ્યા હતા. સમયસર મળેલી આ મદદથી શૈલેષભાઈ અને તેમના પરિવારે ૧૦૮ની સેવાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે,જો આજે ૧૦૮ની ટીમ સમયસર ન પહોંચી હોત અને કુશળતા ન દાખવી હોત તો મુશ્કેલી વધી શકી હોત. ૧૦૮ ખરેખર નવજીવનનો પર્યાય સાબિત થઈ છે.


આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ