android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha : 2 લાખની લેતી દેતીના મામલે તલોદના દેવલિયા ગામે યુવકની ધારીયાના ઘા ઝીંકી હત્યા

calendar_todayMay 5, 2026

Sabarkantha : 2 લાખની લેતી દેતીના મામલે તલોદના દેવલિયા ગામે યુવકની ધારીયાના ઘા ઝીંકી હત્યા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દેવલિયા ગામે રૂપિયા બે લાખની લેતીદેતી મામલે એક યુવકની કરૂણ હત્યાનો મામલો સામે આવ્યો છે. ઉછીના લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ખેતરમાં સૂતેલા યુવક પર જીવલેણ હુમલો

વિગત મુજબ, કરણસિંહ સોલંકી નામના યુવકે આરોપીઓને રૂપિયા 2 લાખ ઉછીના આપ્યા હતા. કરણસિંહ જ્યારે પોતાના નાણાં પરત માંગતો હતો, ત્યારે આરોપીઓએ તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. રાત્રિના સમયે કરણસિંહ જ્યારે પોતાના ઘરની બહાર ખેતરમાં ખાટલામાં સૂતો હતો, ત્યારે બે શખ્સોએ હથિયારો સાથે ત્યાં પહોંચી તેના પર તૂટી પડ્યા હતા.

ધારીયા અને ખાંડીના ઘા ઝીંક્યા

આરોપીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક કરણસિંહના મોઢા અને માથાના ભાગે ધારીયા અને ખાંડી જેવા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે કરણસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ અંધારામાં ફરાર થઈ ગયા હતા.

તલોદ પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ તલોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હત્યાના બંને આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 61(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિત્રતામાં નાણાંની લેતીદેતીમાં જીવ ગુમાવવાની આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.


આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન