android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha : હિંમતનગરમાં પોલીસનો દરોડો, બનાવટી ચા-બીડી-સિગારેટનો રૂ. 2.41 લાખનો જથ્થો ઝડપાયો

calendar_todayFebruary 6, 2026

Sabarkantha : હિંમતનગરમાં પોલીસનો દરોડો, બનાવટી ચા-બીડી-સિગારેટનો રૂ. 2.41 લાખનો જથ્થો ઝડપાયો

હિંમતનગર શહેરમાં સાબરકાંઠા SOG પોલીસે દરોડો પાડીને બનાવટી ચા, બીડી અને સિગારેટના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક વેપારી પાસેથી કુલ રૂ. 2.41 લાખનો બનાવટી માલ જપ્ત કરવામાં આવ્યો છે.

 બનાવટી ચા, બીડી તથા સિગારેટનો મોટો જથ્થો કબજે કર્યો

SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ તપાસ દરમિયાન અજીત શાહ નામના વેપારી પાસેથી વિવિધ જાણીતી કંપનીઓના નામે બનાવટી ચા, બીડી તથા સિગારેટનો મોટો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે અજીત શાહ વિવિધ બ્રાન્ડની ચાની નકલ બનાવી ડુપ્લીકેટ ઉત્પાદનો બજારમાં વેચતો હતો.

પોલીસ તપાસ શરુ

આ સમગ્ર મામલે સાબરકાંઠા SOGએ આરોપી અજીત કિરીટભાઈ શાહ વિરુદ્ધ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે બનાવટી માલ ક્યાંથી બનાવવામાં આવતો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો----    Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે