android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha: કેબલ વાયરના બંડલમાં બનાવેલા ચોર ખાનામાંથી 88 લાખનો દારૂ ઝડપાયો, બાડમેરના બે આરોપીની ધરપકડ

calendar_todayFebruary 26, 2026

Sabarkantha: કેબલ વાયરના બંડલમાં બનાવેલા ચોર ખાનામાંથી 88 લાખનો દારૂ ઝડપાયો, બાડમેરના બે આરોપીની ધરપકડ

હોળી-ધુળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એલર્ટ મોડ પર છે. સાબરકાંઠા એલસીબીની ટીમે ગાંભોઈ હાઇવે પર નાકાબંધી દરમિયાન એક ટ્રકને આંતરીને દારૂની હેરાફેરીની અત્યંત ચાલાકીભરી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. બૂટલેગરોએ કેબલ વાયરના મોટા ગોળાકાર બંડલની અંદર ખાસ ચોર ખાના બનાવી દારૂ છુપાવ્યો હતો.

કેબલ રોલની આડમાં 'ચોર ખાનું'

એલસીબીની ટીમે બાતમીના આધારે ગાંભોઈ પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક ટ્રક અટકાવી તેની તલાશી લેતા તેમાં મોટા કેબલ વાયરના રોલ ભરેલા હતા. જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે આ વાયરના બંડલની વચ્ચે ખાલી જગ્યા કરી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 471 પેટી અને 7,272 બોટલો ઝડપી પાડી છે.

88 લાખથી વધુનો મુદ્દામાલ

ઝડપાયેલા દારૂની બજાર કિંમત અંદાજે ₹68,77,020 થાય છે. આ ઉપરાંત પોલીસે ટ્રક અને અન્ય સામાન મળી કુલ ₹88,82,020 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બૂટલેગરો પોલીસને છેતરવા માટે કાયદેસરની બિલ્ટી અને ઇ-વે બિલનો સહારો લઈ આ જથ્થો અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા હતા.આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે રીઢા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હોળીના તહેવાર પહેલા જ દારૂના મોટા સપ્લાયને રોકીને એલસીબીએ બૂટલેગરોના નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે.

આ પણ વાંચો: Sabarkantha: પીપળીયા ગામે ખેતરમાં દીપડાના આંટાફેરા,વન વિભાગ પાસે પાંજરું મૂકવા ઉગ્ર માગ