android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત

calendar_todayOctober 26, 2026

Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઇડરથી હિંમતનગર તરફ જતા સ્ટેટ હાઇવે રોડ ઉપર પોલીસની ઇમરજન્સી સેવા આપતી 112 જનરક્ષક ગાડી અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે હાઇવે પર થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

રિપેરિંગ કામ કરાવીને પરત ફરી રહી હતી ગાડી

પ્રાપ્ત વિગતો અનુસાર, આ 112 જનરક્ષક વાહન કોઈ ટેકનિકલ કામ કે રિપેરિંગ કરાવીને પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. ગાડી પલટી મારવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતને કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું.

Sabarkantha News: Police 112 Van Overturns on Idar-Himmatnagar Highway, Driver Injured In Road Accident

ચાલકને ગંભીર ઇજાઓ, હિંમતનગર હોસ્પિટલ ખસેડાયો

આ અકસ્માતમાં વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઇડર પોલીસ ઘટના સ્થળે, વધુ તપાસ હાથ ધરી

અકસ્માતની જાણ થતા જ ઇડર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થિત નિયંત્રિત કરી હાઇવે પર વાહન વ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. પોલીસ દ્વારા 112 જનરક્ષક ગાડી પલટી ખાવા પાછળના અસલી કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ