android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha News: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ

calendar_todayFebruary 21, 2026

Sabarkantha News: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ખેડ તસિયા રોડ પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. રામપુર પાસેના તોરણીયા દાદુપુર વિસ્તારમાં ડાલુ (પિકઅપ વાન), કાર અને રિક્ષા વચ્ચે થયેલી આ ટક્કરમાં 7 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

રોંગ સાઈડમાં આવતા પીકઅપ વાને સર્જ્યો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ખેડ તસિયા રોડ પર એક ડાલુ ચાલક પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી કાર સાથે ડાલુ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની પાછળ આવી રહેલી રિક્ષા પણ આ અકસ્માતની લપેટમાં આવી ગઈ હતી. રિક્ષા કારના પાછળના ભાગે જોરથી ભટકાતા રિક્ષામાં સવાર મુસાફરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર

આ અકસ્માતમાં કુલ 7 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે અન્ય એક વ્યક્તિને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ

તમામ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ વાહનોની પૂરપાટ ઝડપ અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત