android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha News: કતપુર ટોલ પ્લાઝા પર ITનું સર્ચ ઓપરેશન

calendar_todayJanuary 16, 2026

Sabarkantha News: કતપુર ટોલ પ્લાઝા પર ITનું સર્ચ ઓપરેશન

ઉત્તર ગુજરાતમાં ટેક્સ ચોરી કરતા એકમો પર આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલ પ્લાઝા પર આજે વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ વિભાગની ટીમોએ ત્રાટકીને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનને પગલે ટોલ પ્લાઝાના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

15થી વધુ અધિકારીઓનો કાફલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, વહેલી સવારે સુરક્ષા કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે આઈટીના 15થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો કતપુર ટોલ પ્લાઝા ખાતે પહોંચ્યો હતો. અધિકારીઓએ ટોલ પ્લાઝાની મુખ્ય કચેરી તેમજ તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તપાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના જવાનોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.

નાણાકીય ગેરરીતિની આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર, કતપુર ટોલ પ્લાઝાના દૈનિક વ્યવહારો અને નાણાકીય લેવડ-દેવડમાં લાંબા સમયથી મોટી ગરબડ ચાલી રહી હોવાની આશંકા હતી. આવકવેરા વિભાગને મળલી ચોક્કસ બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં ઓફિસના કોમ્પ્યુટર્સ, બેંક સ્ટેટમેન્ટ્સ અને ડેટાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

આઈટી ટીમ દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસ મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ કેટલા કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા અને કેવા પ્રકારના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો -  Sabarkantha: પોશીના-હડાદ રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી પાડી