android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sahera: પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાયો, રૂા.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત

calendar_todayJanuary 11, 2026

Sahera: પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાયો, રૂા.4.50 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરાના ગુણેલી ગામ પાસેથી વન વિભાગે પંચરાઉ લાકડા ભરેલી ટ્રકને ઝડપી પાડીને 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતાં લાકડાચોરોમાં ફ્ફ્ડાટ ફેલાઈ ગયો છે.

શહેરા વન વિભાગ ના આર.એફ્.ઓ રોહિત પટેલની સૂચનાથી ગુણેલી રાઉન્ડ ફેરેસ્ટર કે.ડી.ગઢવી અને બોડીદ્રા ખુર્દના બીટ ગાર્ડ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ્ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગુણેલી થી લવારીયા તરફ્ના રસ્તા ઉપર વન વિભાગ ની ટીમે લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઊભી રખાવીને ચાલક પાસે નિયમુજબના કાગળો માંગતા મળી નહી આવતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ એ ટ્રક અને લાકડા મળીને 4.50લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો