calendar_todayOctober 17, 2026
Sandesh Navratri 2026 Contest: સાંજે 6 વાગે થશે 16 ઓક્ટોબરના વિજેતાઓની જાહેરાત
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.
સાંજે 6 વાગે 16 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત
અમને રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓના ફોટોઝ અને વીડિયો મળી રહ્યા છે જેમાંથી વિજેતાઓની પસંદગી કરાય છે. આજે સાંજે 6 વાગે 16 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત કરાશે પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલનારા શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર થશે. જે તમને વધુ પ્રાત્સાહન આપશે.
વધુ એક ખુશીના સમાચાર
ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાંઆવશે.
આ પણ વાંચો : Delhi: નેહા બોરાને મળેલા વધારે મહત્વથી NSUI નારાજ, સત્તાવાર ગ્રૂપનું નામ બદલી કરી નાંખ્યું We The Chhotu