android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Santalpur: સાંતલપુરના દહીંસર સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા મોંઘા કેબલ વાયરનો ભેદ ઉકેલાયો

calendar_todayMarch 6, 2026

Santalpur: સાંતલપુરના દહીંસર સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા મોંઘા કેબલ વાયરનો ભેદ ઉકેલાયો

પાટણ જિલ્લાના વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દહીસર ગામે સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા કેબલ વાયરની ચોરીનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો હતો આ મામલે પોલિસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. સાંતલપુરના દહીસર ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી કિંમતી કેબલ વાયર ચોરી થયાની ફરિયાદ નોંધાતા વારાહી પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ કરવામાં આવી હતી. કારની તપાસ કરતાં તેમાં અલગ-અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા કેબલ વાયર મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરીને તેમની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો. અટક કરવામાં આવેલ શખ્સો રાજુભાઇ ગાંડાભાઈ ઠાકોર, વિપુલભાઈબાબુભાઇ ઠાકોર, પ્રકાશભાઈ નાથાભાઇ રાવળનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam