android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો વિશેષ શણગાર કરાયો, Video જોઈને કરો દાદાના દર્શન

calendar_todayMarch 7, 2026

Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના ફૂલોનો વિશેષ શણગાર કરાયો, Video જોઈને કરો દાદાના દર્શન

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 07-03-2026, શનિવારના રોજ દાદાને અત્યંત મનોહર અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

દાદાને સવારે 5.30 કલાકે મંગળા આરતી કરાઈ

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ વાઘા ધરાવી, સમગ્ર સિંહાસનને ઓર્કિડ અને સેવંતીના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 07:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

દાદાને કરાયો વિશેષ શણગાર

શનિવારના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. દાદાના આ અદભૂત શણગાર અને આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ફૂલોની સુગંધ અને દાદાના તેજસ્વી મુખારવિંદના દર્શન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


આ પણ વાંચો : Chhota Udepur News : છોટા ઉદેપુરમાં પોલીસે બુટલેગરની કારનો પીછો કરતા પલટી મારી, દારૂની થઈ રેલમછેલ