calendar_todayMay 5, 2026
Satlasana પંથકમાં જોરદાર પવન સાથે ફૂંકાયું વાવાઝોડું, આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયા
સતલાસણા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશ કાળા દિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું, જેના કારણે કમોસમી વરસાદની શક્યતા વર્તાઈ રહી હતી. દરમિયાન, સાંજના સમયે અચાનક જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું હતું. પવનની ગતિ એટલી તેજ હતી કે ધૂળની ડમરીઓ ઉડવાને કારણે વાતાવરણ ધૂંધળું બની ગયું હતું, જેના લીધે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
માવઠું થાય તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ
અચાનક આવેલા આ વાવાઝોડા અને વાદળછાયા વાતાવરણને પગલે સતલાસણા પંથકનો ખેડૂત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે. હાલ ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે જો પવન સાથે માવઠું (કમોસમી વરસાદ) પડે, તો મોટી હોનારત સર્જાઈ શકે છે.
બાજરી, જુવાર અને મગફળીના પાક પર જોખમ
ખેડૂતોના જણાવ્યા મુજબ, અત્યારે ખાસ કરીને બાજરી, જુવાર (જાર) અને મગફળી જેવા પાકો ખેતરમાં ઉભા છે. વાવાઝોડાને કારણે ઉભા પાક ઢળી પડવાની અને જો વરસાદ પડે તો પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ પણ કુદરતી આફતોનો સામનો કરી ચુકેલા જગતના તાત પર ફરી એકવાર કમોસમી આફતના વાદળો ઘેરાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો