calendar_todayAugust 27, 2026
Sayla: ડોળીયા ફીડરમાં વીજ કાપથી ખેડૂતો પરેશાન
સાયલા તાલુકાના ડોળીયા ગામના વીજ ફીડરમાં અવારનવાર વીજ કાપ મુકી દેવામાં આવે છે. જેને લઈને ખેડુતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે તા. 27ને ગુરૂવારે એ.કે.સોનગરા, વશરામભાઈ, સંજયભાઈ સહિતના ખેડુતોએ પીજીવીસીએલ વીજ કંપનીની સાયલા કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને લેખીત રજુઆત કરી હતી. આ રજુઆતમાં જણાવાયા મુજબ અવારનવાર વીજ કાપથી ખેડુતો નીયમીત રીતે પોતાના પાકને પાણી પીવડાવી શકતા નથી. આથી ખેડુતોએ ખરીફ સીઝનમાં વાવેતર કરેલ પાક સુકાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. આથી ડોળીયા ફીડરમાં ખેડુતોને નીયમીત વીજ પુરવઠો મળી રહે તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો