android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sayla : ચિત્રાલાખમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન પર દરોડો, રૂપિયા 43.9 5 લાખનો મુદ્દામાલ જપ્ત

calendar_todayOctober 16, 2026

Sayla : ચિત્રાલાખમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન પર દરોડો, રૂપિયા 43.9 5 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા તાલુકાના ચિત્રાલાખ ના સીમ વિસ્તારમાં દસ દિવસ પહેલા જ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા ખનીજ વિભાગ દ્વારા કરાયેલ બે અલગ અલગ દરોડામાં 25 જેટલા કોલસા ના કુવાઓ પરથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવા છતાં ખનિજમાફ્યિાઓ એ બેખોફ્ બનીને કિંમતી કાર્બોસેલ ખનીજ નું ફરી પાછું ખોદકામ શરૂ કરી દીધું હોય તેવા વાવડ મળતા રાજકોટ રેન્જ આઇ.જી ની ટીમે સપાટો બોલાવતા ખનિજચોરી ના મોટા કારસ્તાન નો પર્દાફાશ થયો હતો.રેન્જ પોલીસ દ્વારા સ્થળ પર કરેલા દરોડા સમયે ખનિજચોરી કરતા તત્વોમાં નાસભાગ અને દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ મામલે મળતી વધુ માહિતી અનુસાર રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય દ્વારા ખનિજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી માટે અપાયેલ સૂચનાઓ ને લઇ રેન્જની ટીમના યોગભા ચુડાસમા, હિતેશભાઇ જોગરાણા, ધમભા વાઘેલા,દિલીપસિંહ સિંધવ સહિતના ઓ દ્વારા ચોક્કસ બાતમીના આધારે સવારના સમયે સાયલાના ચિત્રાલાખ ગામની સીમમાં ધમધમતા કોલસાના ના કાળા કારોબાર પર ઓચિંતો છાપો મારતાં કાર્બોસેલ ખનીજ ઉલેચવા ખનીજચોરો દ્વારા ગળાયેલા 19 કુવાઓ ચાલુ હાલતમાં ઝડપી લીધા હતા.તંત્ર ની ટીમે આ સાથે 19 ચરખીઓ,ત્રણ ટ્રેક્ટર,1 કમ્પ્રેશર,બે મોટર સાયકલ તેમજ 270 ટન જેટલો બહારકાઢેલો કોલસાનો જથ્થો જપ્ત કરવા સાથે ખાણ ખનીજ વિભાગ ને જાણ કરવામાં આવી હતી.ખનીજ વિભાગ દ્વારા સામે રેન્જની ટીમના દરોડામાં ઝડપાયેલ 43.9 5 લાખનો મુદ્દામાલ સીઝ કરવા સાથે આ કારસ્તાન માં સામેલ ઇસમો ની તપાસ હાથ ધરી આગળની તજવીજ હાથ ધરાઇ હતી ત્યારે કોલસા ચોર ભૂમાફ્યિાઓ એ દરોડા બાદ માયા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો