calendar_todayMay 8, 2026
Sayla: સાયલા તાલુકા ગ્રામ્યમાં દારૂના બે સ્થળે દરોડા : રૂ. 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત
સાયલા તાલુકા ગ્રામ્યમાં નડાળા ગામ પાસે એલસીબી ટીમે અને સાયલાના ખાટકીવાસના રહેણાક મકાનમાં સ્થાનીક પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં દારૂ, બિયર, કાર સહિત રૂ. 6,35,066નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બન્ને બનાવના આરોપીઓને ઝડપી લેવા પોલીસે શોધખોળ આદરી છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમના વજાભાઈ સાનીયા સહિતનાઓને સાયલા તાલુકાના નડાળા ગામની સીમમાં વીંછીયા તાલુકાના માત્રા ગામનો કિશોર બહાદુરભાઈ ખાચર ડસ્ટર કારમાં દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસને જોઈ આરોપી કિશોર ખાચર કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂના 741 ચપલા, બીયરના 216 ટીન અને કાર મળી કુલ રૂ. 6,01,100નો મુદ્દામાલ કબજે કરી ફરાર કિશોર ખાચર અને કાર માલિક સામે ધજાળા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી અજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જયારે સાયલા 5ીઆઈ વાય.જી.ઉપાધ્યાય સહિતની ટીમને સાયલાના ખાટકીવાસમાં રહેતો સોહીલ રમજાનભાઈ મમાણી તેના રહેણાક મકાે વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી સોહીલ મમાણી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે ઘરમાં સીડી નીચેથી વિદેશી દારૂની નાની મોટી 230 બોટલો કિંમત રૂ. 33,966નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.જે.લીંબડીયા ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો