android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sayla: ચોરવીરામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો, 20 કોલસાના કૂવાઓ ઝડપાયા

calendar_todayJanuary 30, 2026

Sayla: ચોરવીરામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો, 20 કોલસાના કૂવાઓ ઝડપાયા

જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલ ખનીજના ખનન પર પોલીસે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SOG દ્વારા છેલ્લા 24 કલાકમાં ખનીજ ચોરી સામે આ બીજો મોટો દરોડો છે.

મોટા પાયે ખનનનો પર્દાફાશ

પોલીસના દરોડા દરમિયાન ચોરવીરાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા 20 થી વધુ કોલસાના કૂવાઓ મળી આવ્યા હતા. ખનીજ માફિયાઓ અત્યંત જોખમી રીતે જમીનમાં ઊંડા કૂવા ખોદીને કાર્બોસેલ કાઢતા હતા. ઘટનાસ્થળેથી 15 જેટલી ચરખીઓ અને અન્ય સાધન-સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ વિસ્તાર અગાઉ પણ ખનીજ ચોરી માટે ચર્ચામાં રહ્યો છે, તેમ છતાં માફિયાઓ બેફામ હોવાનું સામે આવ્યું છે.

 જીવના જોખમે કરાતું હતું કામ

આ દરોડાની સૌથી મહત્વની બાબત એ રહી કે, પોલીસે કૂવાઓમાં ઉતરીને જીવના જોખમે કામ કરી રહેલા 50 જેટલા શ્રમિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ઊંડા ખાડાઓમાં સુરક્ષાના કોઈ પણ સાધનો વગર આ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસે તમામ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢીને તેમની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: કુખ્યાત ભરત રબારી ગેંગ પર ગુજસીટોકનો સકંજો, 6 સાગરીતો સામે ગુનો દાખલ