android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
SC:  'બેથી વધુ બાળકો હોવા પર કાયદાકીય પ્રતિબંધો મૂકવા યોગ્ય નથી' SCનું મહત્વનું નિવેદન

calendar_todayNovember 4, 2026

SC: 'બેથી વધુ બાળકો હોવા પર કાયદાકીય પ્રતિબંધો મૂકવા યોગ્ય નથી' SCનું મહત્વનું નિવેદન

સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિઓને દંડિત કરતા કાયદાઓ હવે અપ્રાસંગિક થઈ ગયા છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેંચે ટિપ્પણી કરી હતી કે આવા કાયદા પ્રજનન સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરે છે, જે બંધારણની કલમ 21 હેઠળ સુરક્ષિત છે.

બેથી વધારે બાળક હોય તેમને ચૂંટણી લડવાથી રોકવા યોગ્ય નહીં

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, બેથી વધુ બાળકો ધરાવતા વ્યક્તિઓને ચૂંટણી લડતા અટકાવતા કાયદાઓ હવે પ્રાસંગિક રહ્યા નથી. કોર્ટે નોંધ્યું કે, 2003માં ભારતનો કુલ પ્રજનન દર (ટોટલ ફર્ટિલિટી રેટ) 3 હતો, જે હવે ઘટીને 1.9 થઈ ગયો છે. 2.1 નો પ્રજનન દર 'રિપ્લેસમેન્ટ રેટ' (વસ્તી જાળવી રાખવા માટે જરૂરી દર) ગણાય છે. 

શું છે મામલો ? 

કોર્ટે નોંધ્યું કે 'જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્ય' કેસમાં 2003ના ચુકાદા બાદ, ભારતનો કુલ પ્રજનન દર 3 થી ઘટીને 1.9  થઈ ગયો છે. 'વસ્તી વિસ્ફોટ'નો ડર હવે પાયાવિહોણો બની ગયો છે. આ કેસ મહારાષ્ટ્રના પૂર્વ સરપંચ મંગલા ભીમરાવ ઈંગલે સાથે સંબંધિત છે, જેમને 'મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ' હેઠળ ત્રીજું બાળક હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

આ ગેરલાયકાતને બોમ્બે હાઈકોર્ટે પણ યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે તેમની સામેની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને આ મામલો મોટી બેંચને મોકલી આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે આવા કાયદા નાગરિકોને રાજકીય પ્રતિનિધિત્વથી વંચિત રાખે છે અને તેમને બાળકો પેદા કરવા અથવા લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવો તેમાંથી કોઈ એકની કૃત્રિમ પસંદગી કરવા માટે મજબૂર કરે છે.

આ સ્તરથી નીચેનો પ્રજનન દર સૂચવે છે કે એક પેઢીનું સ્થાન બીજી પેઢી દ્વારા સંપૂર્ણપણે ભરી શકાશે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે પ્રજનન દરમાં ઘટાડો થવાથી વૃદ્ધ વસ્તીમાં વધારો થઈ શકે છે અને કામ કરી શકે તેવી ઉંમરના લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. આ ફેરફારોની અવગણના કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે.

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સરપંચ મંગલા ભીમરાવને રાહત આપી છે, જેમને ત્રીજા બાળકના જન્મના કારણે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ખંડપીઠે આ મામલાને  જેમાં 'બે બાળકો'ની શરતને માન્ય રાખતા 2003ના ચુકાદા પર પુનર્વિચાર કરવાનો સમાવેશ થાય છે . એક મોટી ખંડપીઠ (larger bench) સમક્ષ મોકલી આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટનું શું છે અવલોકન ? 

બેન્ચે અવલોકન કર્યું કે જો વ્યક્તિઓને બે કરતાં વધુ બાળકો હોય તો તેમને ચૂંટણી લડવાથી રોકવાના કાયદાઓ નાગરિકોના સમગ્ર વર્ગને રાજકીય પ્રતિનિધિત્વથી અસરકારક રીતે બાકાત રાખે છે.આવા પ્રતિબંધનો વ્યક્તિની જાહેર પદ સંભાળવાની ક્ષમતા સાથે કોઈ અર્થપૂર્ણ સંબંધ નથી.


કોર્ટના મતે, આ કાયદા વ્યક્તિઓને બાળકો પેદા કરવા અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડે છે. આ પ્રજનન અંગે નિર્ણય લેવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે - જે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સુરક્ષિત સ્વતંત્રતા છે.


મહારાષ્ટ્રમાં ત્રીજું બાળક હોવાને કારણે મહિલા ગેરલાયક ઠરી


મંગલા ભીમરાવ મહારાષ્ટ્રની કાકોડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હતાં. 'મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ, 1959 ની કલમ 14(1)(j-1) હેઠળ એવી જોગવાઈ છે કે, જો કોઈ વ્યક્તિને બેથી વધુ બાળકો હોય, તો તે ચૂંટણી લડી શકતી નથી. તેમને ત્રીજું બાળક જન્મ્યા બાદ, આ નિયમ હેઠળ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વધારાના કલેક્ટરે તેમને ગેરલાયક જાહેર કર્યા. ત્યારબાદ તેમણે વધારાના કમિશનર સમક્ષ અપીલ કરી, પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી નહીં. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બોમ્બે હાઈકોર્ટે તેમની ગેરલાયકાતને યથાવત રાખી, જેના પગલે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

4નવેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક (સ્ટે) લગાવી દીધી. સુનાવણી દરમિયાન, કોર્ટે આ મામલો એક મોટી બેંચ (larger bench) પાસે મોકલી આપ્યો, જેથી એ નક્કી કરી શકાય કે અગાઉનો ચુકાદો જેમાં 'બે બાળકો'ની શરતને માન્ય રાખવામાં આવી હતી તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે કે કેમ.


સાત રાજ્યોએ 'બે બાળકો'ની શરત નાબૂદ કરી છે


સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રુક્મિણી બોબડેને આ બાબતમાં સહાય કરવા માટે 'એમિકસ ક્યુરી' (amicus curiae - કોર્ટના મિત્ર) તરીકે નિયુક્ત કર્યા. કોર્ટે તેમને અને અરજદારના વકીલ પ્રતીક બોરામ્બાડેને એવા રાજ્યોની યાદી રજૂ કરવા કહ્યું, જ્યાં હાલમાં બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.