calendar_todayJanuary 17, 2026
Shamli News: શામલીના કેપ્ટન વિજય ઈરાનમાં બંધક, પરિવારે કેન્દ્ર સરકારને મદદની ગુહાર લગાવી
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રહેવાસી નેવી ઓફિસર ઇરાનમાં ફસાયા. શામલીના મર્ચન્ટ નેવી ઓફિસર વિજયને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યા. વિજયને બંધક બનાવવાના સમાચાર સામે આવતા જ તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું. નેવી ઓફિસર વિજયને જલદી મુક્તિ મળે માટે ઘરમાં હવન કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વિજયના પિતા અને પત્ની દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને મદદની ગુહાર લગાવી.
ઇરાની અધિકારીઓ જહાજ કબ્જે કર્યું
મર્ચન્ટ નેવી ઓફિસર વિજય, ઈરાનમાં વિરોધ પ્રદર્શનો અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવ વચ્ચે ફસાયેલા છે. વિજયના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્રનું MT VALIANT ROAR જહાજ 8 ડિસેમ્બરના રોજ પરત ફરતું હતું. ત્યારે ઈરાની દળો દ્વારા શોધખોળ દરમિયાન અટકાવવામાં આવ્યું અને જહાજ કબજે કર્યું. આ જહાજમાં સવાર 10 ભારતીય અધિકારીઓને ઇરાની અધિકારીઓએ બંધક બનાવી દીધા. દુબઈથી નીકળેલ આ જહાજમાં સોળ ભારતીયો, એક શ્રીલંકન અને એક બાંગ્લાદેશી અધિકારી હતા. બંધક બનાવવામાં આવેલ 10 ભારતીયોમાં મર્ચન્ટ નેવી ઓફિસર વિજય પણ છે. જયારે તેમના પરિવારને આ સમાચાર મળ્યા ત્યારે વધુ આઘાત પામ્યા.
કોણ છે બંધક બનાવેલ નેવી ઓફિસ વિજય
વિજયના પરિવાર વહીવટીતંત્રને આ મામલે દરમિયાનગીરી કરી બંધકોને મુક્ત કરાવવા અપીલ કરી. મર્ચન્ટ નેવી ઓફિસર વિજય શામલી જિલ્લાના ભૈંસવાલ ગામના વતની છે. તેઓ મર્ચન્ટ નેવીમાં કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા, ચરણ સિંહ, એક નિવૃત્ત શિક્ષક છે, જ્યારે તેમની પત્ની ઘરનું કામ સંભાળે છે. 2009 માં કેપ્ટન વિજય મર્ચન્ટ નેવીમાં જોડાયા હતા. તેમની પહેલી પોસ્ટિંગ સિંગાપોરમાં હતી. વિજયની પત્ની હાલમાં તેમના બે બાળકો સાથે મેરઠમાં રહે છે,
વિજયના પરિવારે સરકારને કરી વિનંતી
કેપ્ટન વિજયના પિતાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર લગભગ ચાર મહિના પહેલા ફરજ પર ગયો હતો. જહાજ યુનાઇટેડ સ્ટેટ્સથી તેલ લઈને ભારત જઈ રહ્યું હતું. જોકે, ઈરાન જતી વખતે, ઈરાની સૈન્યએ ભારતીય જહાજને અટકાવ્યું અને વિજય અને તમામ ક્રૂ સભ્યોને બંધક બનાવી લીધા. વિજયના પરિવારે જણાવ્યું કે તેમના પુત્ર અને અન્ય અધિકારીઓ બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો, પરંતુ બદલાતા સંજોગો અને સ્થાનિક પરિસ્થિતિઓને કારણે, તેઓ ત્યાંથી નીકળી શકતા નથી. વિજયના પરિવારે સરકારને વિનંતી કરી છે કે તેઓ આ મામલે શક્ય તેટલી વહેલી તકે હસ્તક્ષેપ કરે અને બંધક બનેલા તમામ ભારતીયોને મુક્ત કરાવે.
આ પણ વાંચો : Kashi સામે કાવતરું? વારાણસીમાં CM યોગીનો મોટો ખુલાસો, ખંડણીની વાતથી હલચલ