android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Share Price Hike: Pizza hut અને KFC ચલાવનારી કંપીઓ મર્જ થવાની જાહેરાત, આ કંપનીના શેરમાં ઉછાળો

calendar_todayJanuary 2, 2026

Share Price Hike: Pizza hut અને KFC ચલાવનારી કંપીઓ મર્જ થવાની જાહેરાત, આ કંપનીના શેરમાં ઉછાળો

KFC અને પિઝા હટના સંચાલક સેફાયર ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડ, દેવયાની ઇન્ટરનેશનલ લિમિટેડ સાથે મર્જ થવાની તૈયારીમાં છે. પિઝા-બર્ગરની દુનિયામાં આ સૌથી મોટું મર્જર માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સોદો એવા સમયે થયો છે જ્યારે ભારતમાં ફાસ્ટ-ફૂડ ફ્રેન્ચાઇઝી ઘટી રહેલા વેચાણ અને માર્જિન દબાણનો સામનો કરી રહી છે. વધતા જતા ફુગાવાને કારણે ગ્રાહકો બહાર જમવાને બદલે ઘરે ખોરાક મંગાવવા માટે મજબૂર થઈ રહ્યા છે.

કરોડોનો નફો થવાની અપેક્ષા

આ સોદા હેઠળ દેવયાની સેફાયરના દરેક 100 શેર માટે 177 શેર જાહેર કરશે અને સંયુક્ત સાહસના બીજા સંપૂર્ણ વર્ષ દરમિયાન વાર્ષિક ₹210 કરોડથી ₹225 કરોડનો નફો થવાની અપેક્ષા રાખે છે. આ સોદા હેઠળ ગ્રુપ કંપની આર્કટિક ઇન્ટરનેશનલ હાલના પ્રમોટર્સ પાસેથી સેફાયર ફૂડ્સની પેઇડ-અપ ઇક્વિટીનો આશરે 18.5 ટકા હિસ્સો હસ્તગત કરશે જેમાં પરસ્પર સંમતિથી નાણાકીય રોકાણકારને હિસ્સો વેચવાનો વિકલ્પ હશે.

હજી 15 મહિનાનો લાગશે સમય

પ્રસ્તાવિત મર્જરને હજુ સુધી સ્ટોક એક્સચેન્જ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને બંને કંપનીઓના શેરધારકો અને લેણદારો સહિત તમામ નિયમનકારી અને વૈધાનિક મંજૂરીઓ મળી નથી. આ મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયામાં આશરે 12 થી 15 મહિનાનો સમય લાગવાની ધારણા છે, ત્યારબાદ મર્જર અસરકારક બનશે.

યમ બ્રાન્ડ્સની ભાગીદાર કંપનીઓ ભારત અને વિદેશમાં 3,000 થી વધુ આઉટલેટ્સ ચલાવે છે, જેમાં KFC અને પિઝા હટ ડાઇન-ઇન રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મુખ્યત્વે વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સાથે સ્પર્ધા કરે છે, જે મેકડોનાલ્ડ્સ અને ડોમિનોઝ પિઝા ચેઇનના ભારતીય ઓપરેટરો છે.

ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટમાંથી એક બનશે 

કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાયેલા દસ્તાવેજ અનુસાર વ્યવહાર પૂર્ણ થયા પછી દેવયાની ઇન્ટરનેશનલ બંને કંપનીઓના સંચાલનને જોડીને ભારતના સૌથી મોટા ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ઓપરેટરોમાંનું એક બનશે. દેવયાની ઇન્ટરનેશનલ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન રવિ જયપુરિયાએ જણાવ્યું હતું કે દેવયાની ઇન્ટરનેશનલ લિમિટેડ અને સેફાયર ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડનું મર્જર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને અમારી વૃદ્ધિ યાત્રામાં એક નિર્ણાયક પગલું છે. DIL એ ભારતીય બજારમાં KFC અને પિઝા હટ બ્રાન્ડ્સ માટે ફ્રેન્ચાઇઝ અધિકારો પ્રાપ્ત કર્યા છે. આ મર્જર શ્રીલંકામાં અમારી મજબૂત આંતરરાષ્ટ્રીય હાજરીમાં પણ વધારો કરે છે, જે અમારા હાલની વિદેશી કામગીરીને વધુ મજબૂત બનાવે છે.

કંપનીના શેરમાં ઉછાળો

આ જાહેરાત બાદ દેવયાની ઇન્ટરનેશનલના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો જે લગભગ 8 ટકા વધ્યો છે. BSE ડેટા અનુસાર ટ્રેડિંગ સત્ર દરમિયાન દેવયાની ઇન્ટરનેશનલના શેર લગભગ 8 ટકા વધીને ₹159.45 પર પહોંચ્યા. તેઓ સવારે ₹156.90 પર ખુલ્યા હતા. સવારે 10:55 વાગ્યે, કંપનીના શેર ₹150.45 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે લગભગ 1.5 ટકા વધીને છે.