calendar_todayMarch 29, 2026
Shyamlaji: શામળાજી પંથકમાં સ્માર્ટ મીટર આફ્ત બન્યા : ગ્રામજનોમાં ભારે રોષની લાગણી
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ મીટરના અમલીકરણ બાદ જનતાની પરેશાનીમાં તોતિંગ વધારો થયો છે. ખાસ કરીને શામળપુર ગામમાં સ્માર્ટ મીટર નાખ્યા બાદ જી.ઈ.બી. (GEB) દ્વારા કોઈ પણ જાતની પૂર્વ જાણ કર્યા વગર વીજ જોડાણો કાપી નાખવામાં આવતા લોકરોષ ફટી નીકળ્યો છે.
શામળપુરના સરપંચે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, શ્ગામમાં સ્ટ્રીટ લાઈટનું બિલ ભરી દેવાયું હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ પણ જાણ કર્યા વગર લાઈટો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓ એવું કહે છે કે મોબાઈલમાં મેસેજ આવશે તે મુજબ બિલ ભરવું, પરંતુ ગામડાની ભોળી જનતાને મેસેજ ક્યાં અને કેવી રીતે આવે છે તેની કોઈ સમજ પડતી નથી. વળી, લાઈટ કપાયા બાદ ફ્રી ચાલુ કરાવવા જઈએ તો ગ્રાહકો પાસેથી રૂ.100 જેટલી પેનલ્ટી વસૂલવામાં આવે છે, જે અન્યાયી છે.
જો જી.ઈ.બી. દ્વારા ગ્રાહકોને પડતી આ હાલાકી દૂર કરવામાં નહીં આવે, તો આગામી તાલુકા પંચાયત અનેજિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતા આકરો જવાબ આપશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. સ્થાનિક જનતાની માંગ છે કે, સ્માર્ટ મીટરની સિસ્ટમમાં સુધારો કરવામાં આવે અથવા તો જૂની પદ્ધતિ મુજબ બિલિંગ વ્યવસ્થા રાખવામાં આવે જેથી ખેડૂતો અને સામાન્ય જનતાને અંધારામાં રહેવાનો વારો ન આવે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો