android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sidhhapur: સિદ્ધપુરમાં પરણિતાનું ભેદી સંજોગોમાં મોત : પિતાનો આક્ષેપ

calendar_todayMay 10, 2026

Sidhhapur: સિદ્ધપુરમાં પરણિતાનું ભેદી સંજોગોમાં મોત : પિતાનો આક્ષેપ

સિદ્ધપુરની એક લઘુમતી કોમની મહિલાના લગ્ન સાડા ત્રણ વર્ષ અગાઉ મહોલ્લામાં જ રહેતાં સમાજના યુવક સાથે થયા હતા. જેમના લગ્ન જીવન દરમિયાન એક વર્ષની પુત્રી પણ છે. મહિલાને સાસરી પક્ષના પતિ સહિત સાસુ સસરા મહેણાં ટોણા મારી ઈકો ગાડીના હપ્તા ભરવા માટે તેના પિતા પાસેથી પૈસા મંગાવતા હોય અને શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હોવાનું સાસરી પક્ષે મૃતકના પિતાને જણાવતા તેમણે જમાઈ સહિત વેવાઈ વેવાઈ અને વેવાણ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સિદ્ધપુરમાં રહેતા અને નગરપાલિકામાં ફાયર ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા મુસ્તુફભાઈ હુસેનભાઈ ઝાલોરીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં તેમની દિકરીના મૃત્યુ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દિકરી કાયનાતબાનુંના લગ્ન સાડા ત્રણ વર્ષ અગાઉ મહોલ્લામાં રહેતા ફુરકાન સલીમભાઈ સિપાઈ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. જેને એક વર્ષની હાલમાં દિકરી પણ છે. તેઓ વહેલી સવારે વોકિંગમાં નિકળ્યા હતા તે સમયે તેમની દિકરીના ઘરમાં બુમાબુમ થતી હોવાથી તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં જોતાં જ દિકરી પલંગ પર પડેલી હતી અને પતિ સહિત સાસુ સસરા તથા બે દિયર પણ હાજર હતા જેમણે મૃતકના પિતાને તેમની દિકરીએ દુપટ્ટા વડે ગળા ફાંસો ખાધો હોવાનું જણાવી. મહિલાને ખાનગી વાહનમાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

આ અંગે સિદ્ધપુર પોલીસે પ્રથમ અકસ્માતે મોતની નોંધ કરી હતી. ત્યારબાદ મૃતક મહિલાના પિતાએ તેમના જમાઈ ફુરકાન સલીમભાઈ સિપાઈ સહિત વેવાઈ સલીમભાઈ ગુલામનબી સિપાઈ અને વેવાણ સબાનાબેન સલીમભાઈ સિપાઈ વિરુદ્ધ દિકરીના મૃત્યુ અંગે શારિરીક માનસિક ત્રાસ આપી મહેણાં ટોણા મારતા આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.એક વર્ષની માસુમ બાળકીએ માં ની મમતા ગુમાવી સિદ્ધપુરની મહિલા કાયનાતબાનું ના લગ્ન મહોલ્લામાં રહેતા ફુરકાન સલીમભાઈ સિપાઈ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. જેમને લગ્ન જીવન દરમિયાન એક દિકરીનો જન્મ પણ થયો હતો. જે હાલમાં એક વર્ષની હોવાનું FIRમાં જણાવ્યું છે. પરંતુ કમનસીબે પિતા અને દાદા દાદીએ આક્ષેપ મુજબ માતાને શારિરીક માનસિક ત્રાસ આપતા આખરે માતાએ આત્મઘાતી પગલું ભરી મોતને વહાલું કરી લેતાં માસુમ એક વર્ષની બાળકીએ નાનપણમાં જ માં ની મમતા ગુમાવી દીધી છે. તો બીજી તરફ્ હવે પિતા અને દાદા દાદીને પણ જેલમાં જવાનો વખત આવવાનો હોવાથી તેનો ઉછેર કોણ કરશે તેવા સવાલો પણ માનસપટ પર ઉપસી રહ્યા છે.ઈકો ગાડીના લોનના હપ્તા ભરવા દિકરી પાસે પૈસા મંગાવવા દબાણ કરતા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના પિતાએનોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમના જમાઈએ લોન પર ઈકો ગાડી ખરીદી હતી. જેના હપ્તા ભરવા માટે દિકરી પાસે અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા પિતાએ ફોન પે દ્વારા પૈસા મોકલી આપતાં હોવાનું જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો